મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશના કમોસમી વરસાદથી ગુજરાતમાં બટેટા, ટમેટાની આવકમાં ઓટ, ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના અલગ અલગ રાજ્યોમાં પડેલા કમોસમી વરસાદથી શાકભાજી ના ભાવો માં આગલાગી હોય માવઠાની સૌથી વધુ અસર ઘરઘરના “જનપ્રિય” અને ડુંગળી પછી સૌથી વધુ ઉપયોગમાં આવતા ટમેટા ના ભાવ પર સૌથી વધુ અસર થઈ છે અને એક જ અઠવાડિયામાં ટમેટાના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો આવ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાના ભાવ જથ્થાબંધ રીતે 300 થી લઈ750 રૂપિયા 20 કિલો એટલે કે15 થી લઈ37/50 જથ્થાબંધના બોલાવવા લાગ્યા છે અને છૂટકમાં ટમેટા 40 થી 70 રૂપિયા કિલો વેચાય છે,
ઉત્તર પ્રદેશમાં માવઠાથી બટેટાના પાકને પણ મોટી અસર થઈ છે ખેડૂતોએ વહેલાસર વાવણી અને મોસમ લેવામાં વિલંબકરી દેતા કેટલીક ઊંચી જાતની વેરાઈટીમાં કિલોએ 7 થી 8 રૂપિયાનો વધારો થયો છે .નવો પાક આવતા પહેલા જુના માલમાં કિલોએ 8 રૂપિયાના વધારા થી બટેટા વાપરનારાઓને વધારે ભાવ ચૂકવવાની નોબત આવી છે.
પાછોત્રા વરસાદ- માવઠાની શાકભાજી પર થયેલી માઠી અસરમાં ટમેટા પર સૌથી વધારે અસર જોવા મળી છે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બટેટાની આયાત કરવામાં આવે છે બટેટામાં આવેલી માવઠાની અસરથી ભાવમાં વધારો થયો છે એક જાણીતા વેપારીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બહારથી આવતા માલમાં અત્યારે નવા માલની ઉપજ વરસાદના કારણે ખેડૂતોએ અટકાવી દેતા જૂનો માલ બજારમાં કિલ્લો દીઠ સાતથી આઠ રૂપિયામોંઘુ વેચાય છે.
સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ માં આવેલા વરસાદથી ટમેટી ના પાકને પણ મોટું નુકસાન થયું છે દિલ્હીના આઝાદપુર માર્કેટિંગ યાર્ડના ટોમેટો મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ અશોક કૌશિકે જણાવ્યું હતું કે આઝાદપુર માર્કેટિંગ યાર્ડ એશિયાની સૌથી મોટી ફળ અને શાકભાજીની માર્કેટિંગ યાર્ડ છે જેમાં અત્યારે રોજની 25ગાડી ટમેટાના બદલે ઘટીને 20ગાડી જ ટમેટા આવે છે, પાકમાં નુકસાનના કારણે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો માલ વેચવાની વેપારીઓને તક મળી જશે,
માવઠાની અસર ગુજરાત અને સૌરાષ્ટ્રની માર્કેટિંગ યાર્ડમાં પણ દેખાઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ 300 થી 700 રૂપિયા 20 કિલોના ભાવે ટમેટા વેચાઈ રહ્યા છે હજુ આ ભાવ વધે તેવી આશંકા સેવાય રહી છે ટમેટાના એકાએક વધેલા ભાવથીકોલ્ડ સ્ટોર્સમાં રાખેલા માલ વેચવાની વેપારીઓને તક મળી રહેશે ગુજરાતી થાળીમાં ડુંગળી ,બટેટા પછી ટમેટાનું સૌથી વધુ વપરાશ થાય છે સલાડથી લઈ ગ્રેવી અને દાળ ભાતમાં ટમેટા વગર રોનક આવતી નથી ત્યારે માવઠાથી ટમેટા વધુ ખાટા થાય તેવું દેખાઈ રહ્યું છે રાજકોટ જામનગર જૂનાગઢ સહિતની માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયા થી બહારથી આવતા ટમેટા ની આવકમાં ઘટાડો થયો છે જો આવીને આવી અછત રહી તો ટમેટા કદાચ ભાવના નવા રેકોર્ડ સર્જે તો નવાઈ ન પામતા.