માનવ કલ્યાણ મંડળના સભ્યો અને સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના કાર્યકરો, હરીભકતો અને વિદ્યાર્થીઓ રેલીમાં જોડાઈ ફંડ એકત્ર કર્યું
માનવ કલ્યાણ મંડળ-ગુજરાત અને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં શહિદ થયેલ ભારતનાં વીર જવાનોના આત્માને શાંતી અર્થે તેમજ પરીવારજનોને આ દુ:ખદ ઘડીમાં હિંમત તથા શકિત આપે એજ પ્રાર્થના સહ જાહેર જનતાને અનુરોધ કે આ શહીદોના પરીવારોને આર્થિક સહાય કરીએ માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઈ મેરજા (પ્રમુખ) ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ, ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, ચેરમેન એસી નાથાભાઈ કાલરીયા તેમજ સંસ્થાના ૧૮૫૦ પરીવારો અને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટ, વિદ્યાર્થીઓ, કાર્યકરો, હરિભકતો અને જાહેર જનતા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં રાજકોટ ગુરુકુલનાં દેવકૃષ્ણ સ્વામીએ આશીર્વાદથી આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. બધા ‚ટમાં લોકલાગણીનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. કુલ આ ત્રણ રેલીઓ અલગ-અલગ ‚ટથી રાજકોટ શહેરમાં ફરી હતી. જેમાં કોટેચા ચોકથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, વિરાણી ચોકથી એસ્ટ્રોન ચોક, સ્વામિ ગુ‚કુલથી ઢેબર રોડ, કેનાલ રોડ સુધી નીકળી હતી અને શહિદોને શ્રદ્ધાંજલી અર્પી તેમજ તેમના પરીવારના કલ્યાણ અર્થે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.
આ સેવામાં ચેરમેન, માધ્યમિક શિક્ષણ, અને અનુસંગીક શિક્ષણ સમિતિ, રાજકોટ મહાનગરપાલિકાના રૂપાબેન શીલુ, કિરણબેન માકડીયા, મહિલા મોરચો બીજેપી ડો.ઉન્નતીબેન ચાવડા, પીનાબેન કોટક, નિના વજીર, અનીતા કકકડ આ કાર્યમાં સંસ્થાના દીપકભાઈ બ્રહ્મભટ્ટ, નિમેશ મુંગરા, અરવિંદભાઈ વડારીયા, વર્ષાબેન મોરી, શિતલ દેકીવાડીયા, ડો.જીજ્ઞેશ, પિયુષ પટેલ, પારૂલબેન જોબનપુત્રા, શારદાબેન ગોધાણી, મનુભાઈ મેરજા, પારૂલબેન નાર, વર્ષાબેન માકડીયા, કિર્તીબેન માકડીયા, ભાવના માકડીયા, રશ્મિબેન નિદ્રોડીયા, દર્શના પટેલ, જયોતિ સોલંકી, કાંતાબેન ફળદુ, ચંદ્રીકાબેન મકાતી, આશાબેન ગોસલીયા, સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના સંતો-મહંતો, કાર્યકરો, હરીભકતો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યમાં સહભાગી થવા માનવ કલ્યાણ મંડળ, ૩ ગંગા જમુના સરસ્વતી એપાર્ટમેન્ટ, એકતા પ્રકાશનની બાજુમાં, વોકહાર્ટ હોસ્પિટલ, પાછળ યુનિ.રોડ, રાજકોટ-૫ મો.૯૪૨૬૭ ૩૭૨૭૩નો સંપર્ક કરવા અનુરોધ છે.