ગેંડા સર્કલથી કલેકટર સુધી વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન
મોરબી સહિત દેશભરમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી ટ્રક હડતાલ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી છે અને ગઈકાલે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિવિધ પડતર પ્રશ્નોને લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા સરકાર સામે લડત ચલાવવા માટે હડતાલ શરૂ કરવામાં આવી છે. હડતાળના પાંચમા દિવસે મોરબીમાં ટ્રાન્સપોર્ટ એસોશીએશન દ્વારા ગેંડા સર્કલથી મૌન રેલી યોજવામાં આવી હતી જેમાં ૫૦૦થી વધુ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો, ડ્રાઇવર અને ક્લીનર સહિતના લોકો જોડાયા હતા.
આ મૌન રેલી ગેંડા સર્કલ ખાતેથી શરૂ થઇ હતી અને નટરાજ ફાટક, પોસ્ટ ઓફીસ થઈને કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં હમારી માંગે પુરી કરોના નારા સાથે ટ્રાન્સપોર્ટરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે.