ક્લબ યુવીના સથવારે અંબીકા ટાઉનશીપમાં વેલકમ નવરાત્રીનું જાજરમાન આયોજન

કલબ યુવી દ્વારા તા.૧૦ થી ૧૮ દરમ્યાન યોજાનારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આવતીકાલે તા.૯ને મંગળવારે રાજકોટની ૨૫ પાટીદાર સંસ્થાઓને સાથે રાખીને વેલકમ નવરાત્રીની અનેરી ઉજવણી તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને ભામાશા મૌલેશભાઈ ઉકાણીનું અદકે‚ સન્માન થશે.

કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મીત કનેરીયા, મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદૂ તથ ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી, શૈલેષભાઈ માંકડીયા, જીવનભાઈ પટેલ, જવાહરભાઈ મોરી, એમ.એમ. પટેલ, મનસુખભાઈ ટીલવા તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયા કાર્યરત છે.

અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે કલબ યુવી નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા.૯ ઓકટોબરે રાત્રે ૮.૩૦ કલાકે યોજાનાર વેલકમ નવરાત્રી મહોત્સવમાં મુખ્ય આયોજક કલબ યુવી સાથે રાજકોટમાં ચાલતી વિવિધ કડવા પાટીદાર સમાજની સંસ્થાઓના હોદેદારો ટ્રસ્ટી મંડળ કારોબારી સભ્યો ના પરિવાર જોડાશે. કલબ યુવીની સાંસ્કૃતિક કલબ, બિજનેશ વિંગ, વિમેન્સ વિંગ, શ્રી ઉમિયા મતાજી મંદિર સીદસર, શ્રી ઉમીયા માતાજી ટ્રસ્ટ ગાંઠીલા, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમીયા ક્રેડીટ સોસાયટી, શ્રી ઉમીયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્ટ, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ શાપર, ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમીયા મહિલા સંગઠન સમિતિ, શ્રી ઉમિયા યુવા ફાઉન્ડેશન, શ્રક્ષ ઉમીયા મહિલા એકટીવીટી નેટવર્ક, ધુલેશીયા ક્ધયા છાત્રાલય, શ્રી ફિલ્ડ માર્શલ ક્ધયા છાત્રાલય શ્રી કચ્છ કડવા પટેલ સમાજ,સિદસર મંદિરનું મુખપત્ર ઉમીયા પરિવાર, શ્રી પટેલ સર્વીસ કલાસ સોશ્યલ ફોરમ, કડવા પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ, શ્રી ઉમીયા સ્પોર્ટસ કલબ, તથા સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સંસ્થાના સ્પોન્સર પરિવાર ઉપરાકેત કાર્યક્રમમાં જોડાશે. કલબ યુવીના માધ્યમથી પાટીદાર સમાજના નાના માણસથી માંડીને ટોચના ઉદ્યોગપતિ સહિત તમામ પાટીદારો એક પ્લેટફોર્મ પર સંગઠીત થઈ પરિવાર સાથે નવરાત્રી મહોત્સવને ને વેલકમ કરે તેવું આયોજન થયું છે.

જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં મુખ્ય સમિતિમાં ગુજરાત સરકાર દદ્વારા નિમણુંક પામેલા મૌલેશભાઈ ઉકાણીની આ નિમણુંકથી પાટીદાર સમાજને અનોખું સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને હર્બલ જાયન્ટ તરીકે ખ્યાતી પામેલા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટનીબાનલેબની વિવિધ આયુર્વેદિક પ્રોડકટને પહોચાડી સમગ્ર રાજકોટને ગૌરવ અપાવનાર મૌલેશભાઈ ઉકાણીએ પિતા ડો. ડાયાભાઈ પટેલના આયુર્વેદીક જ્ઞાનના વારસાને નિષ્ઠાપૂર્વકના કર્મ સાથે મહેનત અને ઉમદા સુઝબુઝના પરિણામે ગાગરમાંથી સાગરની વિશાળતા પ્રાપ્ત કરી છે.

સેસા બ્રાન્ડનું ઈન્ટરનેશનલ કોલોબ્રેશન કરી આભની ઉંચાઈને આંબવાની સફળતા વામન કદના વિરાટ વ્યકિતત્વ ધરાવતા મૌલેશભાઈ ઉકાણીએ પ્રાપ્ત કરી છે. ત્યારે પાટીદાર સમાજ સહિતની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ઉમદા સેવા કાર્યોમાં હંમેશા સહકાર આપનાર મૌલેશભાઈ ઉકાણીનું પાટીદાર પરિવારની વિવિધ સંસ્થાઓ દ્વારા અદકે‚ સન્માન થશે. થશે. કલબ યુવીના નવરાત્રી ગ્રાઉન્ડ ખશતે રાત્રે ૯.૩૦ કલાકે અનેરા અભિવાદન સમારોહમાં પાટીદાર પરિવારના ૨૫,૦૦૦થી વધુ જનમેદનીની ઉપસ્થિત રહે તેવુંં આયોજન વિવિધ સંસ્થાઓ દ્વારા થયું છે.

વેલક્મ નવરાત્રી તથા પાટીદાર શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણીના અભિવાદન સમારોહ અંગે ક્લબ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટર કાંતીભાઈ ઘેટીયા કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઈ પટેલ, સંદીપભાઈ માકડીયા, સુરેશભાઈ ઓગાણજા, પ્રફુલભાઈ કાથરોટીયા, અજય દલસાણીયા, બીપીન બેરા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ દલસાણીયા, ઉમીયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્ટના વિનુભાઈ મણવર, પટેલસેવા સમાજ તથા પટેલ પ્રગતી મંડળના કિશોરભાઈ ઘોડાસરા, શાપર વેરાવળ પટેલ સેવા સમાજના દિલીપભાઈ જાલાવડીયા, ઉમીયા યુવા ફાઉન્ડેશનના રવિભાઈ ચાંગેલા, પટેલ સેવા સમાજ ઈસ્ટના પ્રતાપભાઈ સીણોજીયા, કચ્છ કડવા પટેલ સમાજના બંટી પટેલ, ઉમિયા પરિવારના સહ સંપાદક તથા કલબ યુવીના મીડીયા કોડીનેટર રજનીભાઈ ગોલ વિગેરે વિવિધ માહિતીઓ આપી હતી.

કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગ્રાઉન્ડની જવાબદારી સંભાળતા પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતુ કે નવરાત્રી મહોત્સવમાં ૧૦,૦૦૦ ખૈલેયાઓ રમી શકે અને ૨૦,૦૦૦ દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયું છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન મહેમાનો આમંત્રીતો માટે ખાસ ડોમ, સ્પોન્રશીપ કંપની માટે અલગ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટીંગ ટાવર તથા પ્રથમ વાર નવરાત્રીમાં હાઈટેક અને ડીજીટલ સ્વ‚પ ઉજાગર કરવાનો સાર્થક પ્રયત્ન છે.

હાઈટેક કોમ્પ્યુટરાઈઝડ સીસ્ટમ દ્વારા કલબ યુવી દ્વારા નવરાત્રી મહોત્સવનું ઈન્ટરનેટ દ્વારા દુનીયરભરમાં પ્રસારણ થશે. WWW.CLUBUV.IN વેબ સાઈટ પરથી નવરાત્રી મહોત્સવનું બોડ કાસ્ટીંગ થશે. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સીંગર તરીકે દેવભટ્ટ, મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન, મીનાક્ષી વાઘર, રીધમીસ્ટ તરીકે નાસીર, ઓકટોપેડ પર ફીરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટમાં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા, જનકભાઈ શુકલ, સહિતના ૨૫ કલાકારોનો કાફલો કલબ યુવી ટીમના મ્યુઝીક કોડીનેટર સુરેશભાઈ જાવીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી સૌને એક તાલે ડોલાવશે.

સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે કલબ યુવીના૧૦૮ સભ્યોની ટીમ ઉત્સાહ પૂર્વક કામે લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલબ યુવી દ્વારા ખેલૈયાઓ, દર્શકો તથા આમંત્રીત મહેમાનો માટેના અલગ અલગ ગેઈટ દ્વારા પ્રવેશ મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદ ઉપરાંત સમગ્ર મેદાનમાં ટાઈટ સીકયુરીટી અને સી.સી. ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. અલગ અલગ ત્રણ સ્થળ પર પાર્કિંગની અદભૂત વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે તેમ કલબ યુવીના મીડીયા કો. ઓર્ડીનેટર રજનીભાઈ ગોલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.