બાનલેબે અગાઉસેસાની ૧ર થી ૧૪ બ્રાન્ડ નેઇમ પ્રોડકટ વેચ્યા બાદ હવે એડવાન્સ ટેકસ ભરી ઉઘોગ જગતમાં
કડવા પટેલ સમાજના અગ્રણી અને અનેક સામાજીક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા ઉઘોગપતિ મૌલેશભાઇ ઉકાણી સદાય સમાજ-રાષ્ટ્રને ઉપયોગી થવાના પ્રત્યનોમાં રહે છે. એક તરફ સમાજ રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી બનતો ટેકસ ભરવામાં લોકો ચાલાકી કરે છે. ટેકસ ચોરી કરે છે ત્યારે બીજી તરફ મૌલેશભાઇ ઉકાણીએ કરોડો ‚પિયાનો વણમાંગ્યો એડવાન્સ ટેકસ ભરીને સમાજ રાષ્ટ્રના વિકાસ માટે ટેકસ ભરવો એ આપણી નૈતિક જવાબદારી હોવાનું દ્રષ્ટાંત પુરુ પાડયું છે. મૌલેશભાઇ ઉકાણીએ ભરેલા એડવાન્સ ટેકસની ઘટનામાંથી અન્ય ઉઘોગપતિઓ શીખ મેળવશે.
ભારતના મોટાભાગયની લોકલ, નેશનલ, મલ્ટી નેશનલકંપનીઓ આઇ.ટી. વિભાગને ચુનો ચોપડતી આવીછે. પ્રતિષ્ઠિત કંપનીઓ ના ઉઘોગપતિઓ અબજો રૂપિયાની ઠગાઇકરી દેશ છોડી ભાગી જાય છે.
આપણા દેશમાં ટેકસ ચૂકવણીને નૈતિક જવાબદારી તરીકે સ્વીકારવામાં આવતી નથી. એવામાં રાજકોટના ડાઉન-ટુ-અર્થ બિઝનેશમેન મૌલેશભાઇ ઉકાણીએ પોતાની કંપની બાન લેબના પારદર્શી વહીવટ વ્યવહારથી કરોડો રૂપિયા એડવાન્સટેકસ ભરી રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે.
સૌરાષ્ટ્રના સાહસિક ઉઘોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા રાજકોટના મૌલેશભાઇ ઉકાણીએ એક એક દ્વારા ૨૫૭ કરોડનો એડવાન્સ ટેકસ ભરીને સૌની ચોંકાવી દીધા છે. સૌરાષ્ટ્રના ઉઘોગજગતની આ પ્રથમ ઘટના બની છે.
જેમાં કોઇ ઉઘોગપતિ દ્વારા એક જ દિવસમાં એક ચેકથી ૨૫૭ કરોડ રૂપિયાનો ટેકસ ભરવામાં આવ્યો હોય, તા.૧૪ ડીસેમ્બરના રોજ બાન લેમ્બના મેનેજીંગ ડાયરેકટર મૌલેશભાઇ ઉકાણીએ ૨૫૭ કરોડ જેટલો એડવાન્સ ટેકસ ભરી એક કિર્તીમાન હાંસલ કર્યોછે. મૌલેશભાઇના ૨૫૭ કરોડથી વધુના એડવાન્સ ટેકસ ભરવાના કિર્તીમાનથી ઇન્કમટેકસ અધિકારીઓ આનંદ અને અન્ય લોકો આશ્ચર્ય પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહીનાઓ અગાઉ મૌલેશભાઇ ઉકાણીની કંપની બાન લેબની સેસા બ્રાન્ડ નેઇમનું અબજોમાં વેંચાણ થયું હતું.
સેસા ની૧ર થી ૧૪ બ્રાન્ડ નેઇમની પ્રોડકટસના માત્ર નામ જ વેચયાની અભૂતપૂર્વ ઘટનાસૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત બની હતી. ત્યારબાદ એક જદિવસમાં રૂ ૨૫૭ કરોડનો એડવાન્સ ટેકસ ભરવાનો ઇતિહાસ સજર્યો છે. ભૂતકાળમાં બાન લેબ કંપનીની સેસાના નામ હેઠળના સેસા હેર ઓઇલ, શેમ્યુ, સ્પા, કેપ્સ્યુલ,સીરમ, સોપનું માત્ર બ્રાન્ડ નેઇમ ઇન્વેસ્ટમેન્ટક્ષેત્રની જોઇન્ટ કંપની ટુ નોર્થ કંપનીએ ખરીદી લીધું હતું. જેમાપણ મૌલેશભાઇ ઉકાણી ર૬ ટકા ભાગ સાથે ડાયરેકટર તરીકે કાર્યરત છે.
મૌલેશભાઇએ પોતાના પિતા ડાયાભાઇના વિચારબીજ સમી કંપની બાન લેબને હેલ્થ એન્ડ બ્યુટીપ્રોડકટસ બનાવતી પ્રતિષ્ઠીત કંપતીઓની હરોળ સુધી પહોંચાડી છે તે તેમની સકસેસનું માઇલસ્ટોન છે. ૧૯૬૬ ની સાલમાં ડો. ડાયાભાઇ પટેલ દ્વારાશરુ કરાયેલી કંપનીને તેઓના પુત્ર મૌલેશભાઇએ પિતાના નાનકડા ધંધાને આગળ લાવવા માટે અવનવી હેલ્થ અને બ્યુટી પ્રોડકટસ બનાવી બજારમાં મુકી અને લોકોનો સારો પ્રતિસાદ મળતા તેમણે રાજકોટમાં બાન લેમ્બ નામે એક કંપનીની શરુઆત કરી ધીમે ધીમે બાન લેબની બોલબાલાનો યુગ શરુ થયો. સમયની સાથે ઉત્પાદન અને વેંચાણનો વ્યાપ વધતો ગયો આજે મૌલેશભાઇ ઉકાણી અને બાન લેબ બન્ને જગ વિખ્યાત બન્યા છે.