વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની મહાપંચાયત સંસદ ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપ ગઠબંધન એન ડી એન એ સૌથી વધુ બેઠકો મળી છે, પરંતુ આ વખતનું જનાદેશ જરા વિચિત્ર કહી શકાય તેવું આવ્યું છે ભાજપ સમર્થક એનડીએ ને જે બેઠકો મળી છે તેમાં કોઈપણ પક્ષ એકલા હાથે સરકાર રચી શકે તેવી સ્થિતિમાં નથી ,આ વખતના જનાધારમાં શાસક પક્ષ ને સત્તા માટેનો પરવાનો આપવાની સાથે સાથે મતદારોએ સંસદમાં સબળ વિપક્ષ માટે મતદાન કર્યું હોય તેવું રીઝલ્ટ માં સ્પષ્ટપણે દેખાય છે.
ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે, દેશના લોકતંત્રને 75 વર્ષ ની આયુ ભોગવવાનું સદભાગ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે ,અને હવે આવનારા 25 વર્ષ બાદ વિશ્વની સૌથી મોટી લોકશાહી આઝાદીની સુવર્ણ જયંતિ ઉજવશે ત્યારે આજે આવેલા જનાધાર નું વિશ્લેષણ કરીએ તો ભારતના મતદારોએ પરિપક્વ લોકતંત્રનો પરચો આપ્યો છે.
આગામી 25 વર્ષ ભારત ના વિકાસ અને સમૃદ્ધિ સાથે સશક્તિકરણ માટે મહત્વના બનવાના છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે દેશમાં લોકતંત્રની પરિસ્થિતિ પણ તંદુરસ્ત સંતુલિત અને નિષ્પક્ષ સાથે નિષ્ઠા ભરી હોવી જોઈએ. તંદુરસ્ત લોકશાહીની પ્રથમ શરત એ છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓથી લઈને વિધાનસભા અને લોકસભામાં શાસક પક્ષની જેમ વિપક્ષ પણ મજબૂત સ્થિતિમાં હોવું જોઈએ. વિપક્ષ વગરનું સદન પીછા વગરના મોર જેવી સ્થિતિમાં ગણી શકાય મોરના પીછા તેના રૂપની સાથે સાથે શરીર માટે પણ કવચનું કામ કરે છે તેવી જ રીતે લોકતાંત્રિક મંદિરમાં શાસક પક્ષ ને નિયંત્રિતમાં રાખવા અન દેશ હિતમાં સૌને સાથે રાખીને નિર્ણય લેવા માટે શાસક પક્ષની જેમ સબળ વિપક્ષની હાજરી અનિવાર્ય છે. આ વખતની ચૂંટણી દેશ અને ખાસ કરીને શાસક પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન 2047 નિ સાર્થકતા માટે ખૂબ જ મહત્વની બની હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનમાં પુન: આગમન કરે અને ફરીથી એનડીએ ગઠબંધન સતાપર આવે તો નવી સરકાર પ્રથમ 100 દિવસમાં કયા કયા કામ હાથમાં લેશે ત્યાંથી લઈ ઝડપથી નિર્ણય લઈને અનેક નવા આયામો દાખલ કરવા રોડ મેપ તૈયાર કરી લીધો હતો તેથી લોકશાહી મા ઝડપી અને નિર્ણાયક શાસન માટે જેવી રીતે સ્પષ્ટ બહુમતીની જરૂર હોય છે તેવી જ રીતે લોકતંત્રને મજબૂત બનવા માટે સફળ વિપક્ષની તાતું જરૂરિયાત હોય છે આ વાત આ વખતે પરિણામોમાં પ્રજાએ બરાબર સમજીને પરિણામ આપ્યું છે લોકશાહી પરિપકવ બની ગઈ હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસ્થિત છે આ વખતે પર જાય વિપક્ષ ને તેનો અવાજ સારી રીતે ઉઠાવી શકે તેવી સ્થિતિમાં મૂકી દીધું છે દેશના લોકગીત ઇતિહાસમાં વિપક્ષ સતત ઘસાતું જાય છે અને ક્યારેક ક્યારેક વિપક્ષ નેતા ના પદ પૂરતી બેઠકો પણ મળતી ન હતી અને વિપક્ષને પણ સંપૂર્ણપણે શાસક પર નિર્ભર થઈ રહેવું પડતું હતું આ વખતે ભલે ભાજપના 400 પ્લસ ના સપના પૂરા થયા નથી પરંતુ પ્રજાનો જનાદેશ સચોટ રીતે પરિપક્વ લોકશાહી નો પુરાવો આપનારો છે તેમાં બે મત નથી