ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ ફરી આમને-સામને આવી ગયા છે. ફરી એકવાર બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. બંને કલાકારો ડાયરામાં એકબીજાનું નામ લીધા વગર આકરા પ્રહારો કરી રહ્યા છે. સમાધાન બાદ ફરી એક વખત બંને કલાકારો વચ્ચે આકરું વાકયુદ્ધ જામ્યું છે. આપને જણાવી દઈએ કે, દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે અગાઉ પણ વિવાદ સર્જાયો હતો. વિવાદ વકરતા સાધુ-સંતોની હાજરીમાં બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
બ્રિજરાજ ગઢવીના ટોણાથી દેવાયત ખવડ ઉશ્કેરાયા છે. હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ તેવું દેવાયત ખવડે જાહેર નિવેદન આપ્યું છે.
લોકસાહિત્ય જગતના બે કલાકારો ફરી આમને-સામને આવ્યા છે. બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ છેડાયું છે. 2024માં દેવાયત ખવડે એક લોકડાયરામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો તેમણે કહ્યું હતું કે 2025થી માત્ર સિલેક્ટેડ લોકડાયરા જ કરીશ. બ્રિજરાજ ગઢવી આ મુદ્દે દેવાયત ખવડને ટોણો માર્યો હતો.. બ્રિજરાજ ગઢવીએ કહ્યું હતું કે 2025 આવી ગયું છે માફી માંગતા વિડિયો ફરી ન આવે તે જો જો . હવે 2025માં માત્ર સિલેક્ટેડ લોક ડાયરા ક્યારે થશે તેવું કહી તેમણે દેવાયત ખવડને ટોણો માર્યો હતો.
બ્રિજરાજ ગઢવીના ટોણાથી દેવાયત ખવડ ઉશ્કેરાયા છે. સોનબાઇ માતાના મંદિરમાં સમાધાન થયા બાદ પણ વિવાદ કેમ તેવો સવાલ તેમણે કર્યો છે. તેમણે કહ્યું કે મારી તો તૈયારી છે જ પણ મને અફસોસ એ વાતનો છે કે એને સોનબાઇ માનો મલાજો જલાવાતાય ના આવડ્યું હું તો માના મંદિરમાં ઉભો હતો એટલે માફી માગી હતી, હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ તેવું દેવાયત ખવડે જાહેર નિવેદન આપ્યું હતું. આ પહેલા પણ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ સર્જાયો હતો.. વિવાદ બાદ બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું.. હવે સમાધાન બાદ ફરી એક વખત બંને કલાકારો વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે.
વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી
રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.”
ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.’
ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું
ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.
આ વખતે વિવાદની શરૂઆત બ્રિજરાજદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. 1 જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ડાયરામાં બ્રિજરાજદાને કોઈનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ 2025થી માત્ર સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજદાને ટોણો માર્યો હતો. આ કટાક્ષ દેવાયત ખવડને પસંદ આવ્યો નહીં અને તેમણે પણ વળતો જવાબ આપ્યો હતો.
દેવાયત ખવડે એક ડાયરામાં જણાવ્યું હતું કે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ બ્રિજરાજદાને તેમના વિશે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજરાજદાનને માતાનો મલાજો પણ નથી. દેવાયત ખવડે ગુસ્સામાં એમ પણ કહ્યું કે “હવે જો માફી માગું તો ડાયરા મુકી દઈશ.” આ ઉપરાંત દેવાયત ખવડના પડકારનો જવાબ આપતા બ્રિજરાજદાને કહ્યું કે “મારે બોડીગાર્ડ રાખવાની જરૂર નથી.” તેમણે કહ્યું હતું કે સમાધાન પછી પણ દેવાયત ખવડે ખૂબ ચાળા કર્યા હતા અને સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું.
બંને કલાકારો એકબીજાનું નામ લીધા વિના જાહેરમાં આક્ષેપબાજી કરતા હોય તેવા ઘણા વિડીયો સામે આવ્યા છે. આ વિવાદની શરૂઆત 1લી જાન્યુઆરીના રોજ બ્રિજદાન ગઢવીના એક ડાયરામાં થઈ હતી. તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું હતું કે, “સાગર હમણાં કહેતો હતો કે, 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે.” આ નિવેદનને દેવાયત ખવડ પરના કટાક્ષ તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે દેવાયત ખવડે 2022માં જાહેરાત કરી હતી કે તેઓ 2025થી માત્ર પસંદગીના ડાયરા જ કરશે.
આ કટાક્ષનો જવાબ આપતા દેવાયત ખવડે એક ડાયરામાં બ્રિજદાન ગઢવી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “2022માં મેં નિવેદન આપ્યું હતું કે હું 2025માં સિલેક્ટેડ ડાયરા કરીશ, પરંતુ આ વાત કેટલાક લોકોને પચાવી શકાતી નથી. કલાકાર તરીકે લોકોએ મને પૈસા આપ્યા છે, ડાયલોગબાજી કરવા માટે નહીં. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ મારા વિશે બોલવામાં આવ્યું. તેમને માનો મલાજો પણ ન રહ્યો, ઓછામાં ઓછું માતાજીનું સન્માન તો જાળવવું જોઈએ. હું તો માતાજીના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી, પરંતુ જો હવે માફી માંગવાનો વારો આવશે તો હું ડાયરા કરવાનું છોડી દઈશ. જો કોઈ મને માફી માંગવા માટે મજબૂર કરશે, તો હું તે જ દિવસથી ડાયરા છોડી દઈશ.”
આમ, બે લોકકલાકારો વચ્ચે થયેલું સમાધાન ફરી એકવાર તૂટ્યું છે અને બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ ક્યાં સુધી ચાલે છે અને શું ફરીથી સમાધાનના પ્રયાસો કરવામાં આવશે કે નહીં.
“હવે માપમાં રો અને પાછા વળી જાવ”
બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડ પર સીધા પ્રહાર કર્યા છે. બ્રિજરાજદાને ખવડને રાખી સાવંત સાથે સરખાવ્યા અને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે. સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યુ હોવાનો બ્રિજરાજદાને આરોપ લગાવ્યો. આ સાથે તેમણે કહ્યું કે, સહન થતું હતું ત્યાં સુધી કર્યું. હવે માપમાં રો અને પાછા વળી જાવ.
2025નો શું છે વિવાદ
બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ એકબીજા સામે નામ લીધા વગર પ્રહાર કરતા હોય તેવા અનેક વીડિયો સામે આવ્યા છે. જેમા પહેલી જાન્યુઆરીના દિવસે બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું હતું કે, ‘સાગર હમણાં કહેતો હતો કે, 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે.’ જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું. કારણકે, દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે, 2025થી હું સિલેક્ટેડ ડાયરા કરીશ.
દેવાયત ખવડે ડાયરામાં ગઢવી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘2022માં મેં નિવેદન આપ્યું હતું કે, 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતાં યાર. કલાકાર તરીકે તમે મને પૈસા આપ્યા છે. તમે મને ડાયલોગબાજી તો કરવા બોલાવ્યો નથી. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા. એમને તો માનો મલાજો રાખતા પણ ન આવડ્યું, ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી. જો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસથી ડાયરા મૂકી દઈશ.’
હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશઃ દેવાયત ખવડ
ત્યારબાદ હવે બ્રિજરાજ દાન ગઢવીને દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો છે. દેવાયત ખવડે પોતાના ડાયરામાં પ્રહાર કરતાં કહ્યું કે, ‘2022માં મેં નિવેદન આપ્યું હતું કે, 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતાં યાર. તમે મને પૈસા આપ્યા છે કલાકાર તરીકે, તમે મને ડાયલોગબાજી તો કરવા બોલાવ્યો નથી. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા. એમને તો માનો મલાજો રાખતા પણ ન આવડ્યું, ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી. અને જો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસથી ડાયરા મૂકી દઈશ.’
દેવાયત ખવડનો વળતો પ્રહાર
આ સિવાય દેવાયત ખવડે ઉમેર્યું કે, ‘ઘણાં મને કહે છે કે, મૌન રહેવું. ત્યારે હું કહુ છું કે, મૌન રહીને ડાયરા મૂકવા કરતાં મને લડીને ડાયરા મૂકવા દો. હવે હું વટથી કહુ છું કે, શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું છે. પહેલાં એવું હતું કે, સિલેક્ટેડ ડાયરા કરવા છે. પણ આમને એવું લાગ્યું કે, મેદાન ખાલી છે તો દેવાયત એમ થોડી ચોકા-છક્કા મારવા દે યાર.’
બે વર્ષ પહેલાં કેમ થયો હતો વિવાદ
નોંધનીય છે કે, બે વર્ષ પહેલાં 2022માં રૂપલમાં જન્મોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા. જેમાં કહ્યુ હતું કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.” જેનો વળતો પ્રહાર કરતાં દેવાયત ખવડે કહ્યું હતું કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.’ ત્યારબાદ સમાજ દ્વારા સોનબાઈના મંદિર ખાતે સમાજ દ્વારા બંને કલાકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ ઘણો વાઈરલ થયો હતો.