૩ માર્કસનો એક દાખલો ટવીસ્ટ કરીને પુછાયો: રાઈડરના પુછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા: ગયા વર્ષે પુછાયા હતા એવા જ દાખલા પુછાતા વિદ્યાર્થીઓ રાજી
શિક્ષણ બોર્ડ દ્વારા રાજયભરમાં લેવાઈ રહેલી બોર્ડની પરીક્ષામાં આજે સવારના સેશનમાં ધો.૧૦માં વિદ્યાર્થીઓની ‘કસોટી’ રૂપ ગણિતનું પેપર લેવાયું હતું. પ્રશ્ર્નપત્ર એકંદરે નહીં અઘરુ, નહીં સરળ તેવુ એવરેજ રહ્યું હતું. ગયા વર્ષે પુછાયેલો પાયથાગોરસનો પ્રતિપ્રમેય રિપિટ થયો હતો. તેમજ દાખલાઓ પણ ગયા વર્ષના પેપરની સ્ટાઈલના જ પુછાતા વિદ્યાર્થીઓ રાજી થઈ ગયા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે સવારે ગણિતનું પ્રશ્ર્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં લેવાયું હતું. ધો.૧૦ની પરીક્ષામાં સૌથી અઘરો વિષય ગણાતા ગણિતના પેપરને લઈને વિદ્યાર્થીઓ ભારે મુંઝવણ અનુભવતા હોય છે પરંતુ પેપર એકંદરે નહીં સરળ, નહીં અઘ‚ એવું એવરેજ પુછાતા વિદ્યાથીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. નબળા વિદ્યાર્થીઓને પેપર પ્રમાણમાં અઘ‚ ન લાગે તેવા પ્રમેય અને દાખલાઓ પુછાયા હતા.
આજનું ગણિતનું પેપર મોટાભાગે ગયા વર્ષની સ્ટાઈલ જેવું જ રહ્યું હતું. ગયા વર્ષે પણ પાયથાગોરસનો પ્રતિપ્રમેય પુછાયો હતો. આજના પેપરમાં પણ તે રિપિટ થતા વિદ્યાર્થીઓ જે પ્રમેયની ખાસ તૈયારીઓ કરીને ગયા હતા તેજ પુછાતા વિદ્યાર્થીઓ રાજી થઈ ગયા હતા. જયારે દાખલાઓ પણ ગયા વર્ષના પેપર જેવા જ પુછાતા વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલી પડી ન હતી. ત્રણ માર્કસનો એક દાખલો ટવીસ્ટ કરીને પુછાતા વિદ્યાર્થીઓ ગોટે ચડયા હતા પરંતુ એકંદરે આખુ પેપર ટેકસબુક આધારીત પુછાતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ધો.૧૦ના ગણિત વિષયના શિક્ષકોના મત મુજબ આજનું પેપર એકંદરે એવરેજ અને આદર્શ પ્રશ્ર્નપત્ર રહ્યું હતું. ખાસ નબળા વિદ્યાર્થીઓને અઘ‚ ન લાગે તે પ્રકારના એમસીકયુ અને દાખલાઓ તેમજ પ્રમેય પુછાયા હતા. આ વર્ષે રાઈડર ન પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. એન્જીનીયરીંગના ક્ષેત્રમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનું એવું ગણિતનું પેપર આજે શાંતિપૂર્ણ માહોલમાં લેવાયું હતું. બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં પણ ગણિત વિષયનું પ્રશ્ર્નપત્ર અને કોમર્સમાં અર્થશાસ્ત્રનું પ્રશ્ર્નપત્ર લેવાયું હતું.
ગણિતના પેપરમાં ૮૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર
ધો.૧૦માં સૌથી અઘરો વિષય ગણાતા ગણિતનો હાઉ વિદ્યાર્થીઓમાં હજુ પણ યથાવત રહ્યો હોય તેમ આજે સવારે ધો.૧૦માં લેવાયેલા ગણિતના પેપરમાં રાજકોટ જિલ્લામાં ૮૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું કંટ્રોલના વર્તુળમાંથી જાણવા મળ્યું છે. દર વર્ષે વિદ્યાર્થીઓને ગણિત વિષયનો ડર સતાવતો હોય છે અને અન્ય વિષયોની સરખામણીમાં ગણિતના પેપરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હોય છે ઉપરાંત ટકાવારીમાં પણ ગણિત વિષયનો ગ્રાફ એંકદરે નીચો જોવા મળે છે.
ગોંડલ અને દેરડીમાં એક-એક કોપી કેસ
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધો.૧૦ની પરીક્ષામાં આજે ગણિત વિષયનું પેપર સવારના સેશનમાં લેવાયું હતું. અન્ય વિષયોની સરખામણીમાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓની ખરી કસોટી થતી હોય છે પરંતુ ગણિત વિષયમાં ગમે તેમ કરી પાસ થવાના ઉદેશથી કેટલાક વિદ્યાર્થીઓ ગેરરીતિ અને ચોરીનો રસ્તો અપનાવતા હોય છે. આજે સવારે ગણિત વિષયના પેપર દરમિયાન ગોંડલમાંથી એક અને દેરડીકુંભાજીમાંથી એક વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો હતો. જેની સામે કોપીકેસ દાખલ કરી કાર્યવાહી હાથધરી છે.