સામાન્ય રીતે લોકો ચણીયાચોળી સાથે ઓક્સોડાઇઝની જવેલરી પહેરતા હોય છે પરંતુ ધીરે-ધીરે ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. કોલેજ ગોઇંગ ગર્લ્સથી લઈને બોલીવુડની સુંદરીઓ પણ હવે ઓક્સોડાઈઝ જવેલરીને પોતાના વોર્ડરોબમાં સ્થાન આપવા લાગી છે.

યુવતીઓ ઓક્સોડાઈઝ જવેલરી સૌથી વધારે નેકપીસ અને ઝૂમખાં પસંદ કરે છે. વેસ્ટર્નવેર પર બીજી કોઈ જવેલરી ન પહેરતા માત્ર ઓક્સોડાઈઝ નેકપીસ તમને રોયલ ટચ આપી શકે છે. તમારા આઉટફીટ મુજબ નેકપીસની પસંદગી કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ લોંગ કુર્તી કે ગાઉન પહેર્યું છે તો તેના પર તમે લોન્ગ નેકપીસ પહેરી શકો છો. અને જો તમે ક્રોપ ટોપ પહેર્યુ હોય તો શોર્ટ અને ડેલીકેટ એસેસરીઝ તમને મસ્ત લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.