ઝુપડીમાં ગોકુળીયુ ગામ બનાવી જન્માષ્ટમીની ઉજવણી કરી
શહેરની સરોજીની નાયડુ સ્કુલ ખાતે પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન મનોદિવ્યાંગ બાળકોનો સંસ્થા દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા એક ઝુપડીમાં ગોકુળીયું ગામ બનાવી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી આજે દિવ્યાંગ બાળકો કૃષ્ણ અને રાધા બનીને આવ્યા હતા અને જન્માષ્ટમીની ઉજવણી કરી મટકી ફોડ કરવામાં આવી હતી.
બાળકોનો ઉત્સાહ વધારવા દરેક તહેવારો ઉજવાઈ છે: પૂજા પટેલ
આ તકે અબતક સાથેની ખાસ વાતચીતમાં પૂજા પટેલે જણાવ્યું હતુ કે પ્રયાસ પેરેન્ટસ એસો. મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરતી સંસ્થા છે. જેમાં અંદાજે ૨૦૦ જેટલા દિવ્યાંગ બાળકો ને તાલીમ આપવામાં આવે છે. અને દરેક તહેવારને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. બાળકો ને તહેવારો બાબતે જાણકારી મળી રહે તથા બાળકોમાં ઉત્સાહ વધે તેમાટે ઉજવણી કરવામાં આવતી હોય છે.
શ્રાવણ માસ નિમિતે શિવલિંગ પણ બનવાયુ: જયેશભાઈ પરમાર
આ તકે અબતક સાથેની વાતચીતમાં દિવ્યાંગ જયેશભાઈ પરમારે જણાવ્યું હતુ કે પ્રયાસ પેરેન્સ એસો.માં કામ કરે છે. અને દિવ્યાંગ બાળકોને સાથે રાખી તહેવારોની ઉજવણી કરતા હોય છે. આજે ખાસ જન્માષ્ટના તહેવાર ને લઈ એક ઝુપડીમાં ગોકુળીયુ ગામ બનાવવામાં આવ્યું હતુ અને સાથે શ્રાવણ માસને ધ્યાનમા લઈ મહાદેવનું શિવલીંગ પણ દિવ્યાંગ બાલકો દ્વારા બનાવવામાં આવેલ છે. બીજા બધા તહેવારોની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવતી હોય છે.