ધોરાજી નજીક પીપળીયા ગામ પાસે મેટાડોર કુતરુ આડુ ઉતરતા પલ્ટી મારી જતા 10ને ઇજા 3 ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડવામાં આવ્યા છે.
ચીખલીયા ગામના શ્રમિક પરિવારના સભ્યો રોજીરોટી રળવા જતી વેળાએ નડયો અકસ્માત: ત્રણ ગંભીર
ધોરાજી ચીખલીયા ગામનો પરિવાર મજુરી કરવા માટે ચીખલીયાથી ધોરાજી તરફ આવતા હતા તે દરમ્યાન મોટી મારડ અને પીપળીયા ગામ વચ્ચે મેટાડોર લઇને જતા હતા. તે દરમ્યાન કુતરા અને બચ્ચા આડા આવતા મેટાડોર પલ્ટી મારી જતાં જેમાં ધોરાજી અને પાટણવાવથી 108 અને ખાનગી વાહનોમાં ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી દવાખાને લાવતા હોસ્પિટલના ડો. રાજ બેરા ડો. ગૌરવ હાપલીયા, પ્રવીણભાઇ ગોહલ અને સ્ટાફ દ્વારા તાત્કાલીક સારવાર અપાય હતી જેમાં ગંભીર રીતે ઘાયલ રંજનબેન વલ્લભભાઇ મકવાણા (ઉ.વ.3પ) રહે. ચીખલીય, સતીશભાઇ ખોડાભાઇ બગડા (ઉ.વ.38) રહે. ખીચલીયા, સંગીતાબેન ઉદપકભાઇ બગડા (ઉ.વ.ર3) રહે. ખીચલીયા વાળાને ઇજાઓ થયેલ અને તેને જુનાગઢ રીફર કરાયા હતા.
તેમજ અન્ય ઇજાગ્રસ્તોને ધોરાજી સારવાર ચાલુ કરાય છે ઇજાગ્રસ્તોના નામ દિનેશ માધા બાબરીયા (ઉ.વ.રર) ખીચલીયા, નીમુબેન રસીકભાઇ મકવાણા (ઉ.વ.45) ચીખલીયા, ચંપાબેન ગોવિંદ મકવાણા રહે. ચીખલીયા અને લાભુબેન મુળજીભા સોલંકી (ઉ.વ.60) સહીત ડ્રાયવરને પણ ઇજાઓ થએલ હતી.
આ બનાવની જાણ થતાં માનવ સેા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી હોસ્પિટલ ખાતે દોડી આવી પોતાની સેવાઓ બજાવી હતી.