મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે મહાવીર જયંતિના દિવ્ય અવસરે આજે સ્વપ્ન દર્શન નૃત્યનાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગલીક બાદ ગૌતમ પ્રસાદ તથા અનુમોદનનો લાભ માતૃશ્રી મુકતાબેન શાંતિલાલ મહેતા પરીવારે લીધો હતો.આ દિવ્ય અવસરે મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે વિશ્ર્વને અહિંસા પ્રધાન જૈન ધર્મનો દિવ્ય સંદેશ આપનાર જૈનોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એવો આ જૈન ધર્મ એના ભાગ્યના વિધાતા ભગવાન મહાવીર સ્વામીની આજે ર૪માં તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવ્ય અવસરે ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પુજય રતીલાલજી મહારાજ સાહેબ એવમ પુજય મુકતલીલમ સંમતિગુરુણીના શિષ્યા સરળ સ્વભાવી પુજય મિનળબાઇ મહાસતીજી આ ચાતુર્માસના અવસરે જૈન સંઘમાં આજે ત્રિશલા માતાને જે ૧૪ સ્વપ્નો આવેલા એવું આબેહુબ વર્પન અમારા પુજય મહાસતીજી મીનળબભાઇ સ્વામીએ એની પોતાની લાક્ષણિક શૈલીમાં અમારા સૌ જીજ્ઞાશુ, શ્રાવક ભાઇ-બહેનોને સમજાવ્યું અતે જો આ નૃત્યનાટિકાના સ્વરુપમાં પણ અમારા સંઘની બાલિકાઓએ પણ પોતાનું નૃત્ય નાટિકા રજુ કયુ અને જૈન ધર્મ ના શ્રાવક-શ્રાવકીએ આ કાર્યક્રમને ખુબ માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.