જામનગરના રંગમતી પાર્કમાં એક બાળક રમતા રમતા કુંડીમાં પડી ગયો હતો તેનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના રાજપાર્ક નજીકના રંગમતી પાર્ક-૩માં રહેતા કેતનભાઈ ડાયાલાલ પરમાર નામના યુવાનનો બે વર્ષનો પુત્ર અક્ષિલ ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે પોતાના પિતા સાથે નજીકમાં આવેલી વાડીમાં ગયો હતો.
આ બાળક રમતા-રમતા નજીકમાં આવેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો અક્ષિલને થોડીવાર સુધી નહીં જોતા હાંફળાફાંફળા બનેલા પિતા કેતનભાઈએ તેની શોધ કરતા આ બાળક કુંડીમાં જોવા મળ્યો હતો આથી તેને બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આ બાળકને મૃત્યુ પામેલો જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. એએસઆઈ આર.ડી. આહિરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com