સેક્સ એ માનવ શરીર અને પ્રકૃતિ બંનેની જરુરીયાત છે. ત્યારે વ્યક્તિ સેક્સને વધુ એન્જોએબલ બનાવવા એકસ્પેરીમેન્ટ કરતાં હોય છે. અને પાર્ટનરને વધુ એક્સાઇટ કરવા વિવિધ પ્રકારના મૈથુન કરતાં હોય છે. જે સહવાસ માટે પણ ખૂબ મહત્વની બાબત છે. ત્યારે હસ્તમૈથુનની વાત કરીએ તો એને સેલ્ફસેક્સ તરીકે પણ ઓળખાવી શકાય, પરંતુ આ બાબતે અનેક ગેરમાન્યતાઓ પ્રસરતી જોવા મળી છે. જેમ કે એ એક માનસિક અને શારીરીક બિમારી છે. જ્યારે એ માન્ય તદ્ન ખોટી છે. હસ્તમૈથુન એ બિમારી નથી પરંતુ તેનાથી થતા ફાયદાઓ અનેક બિમારીઓ ઇલાજ સાબિત થયો છે. અને હા….જો તમે પણ હસ્ત મૈથુન કરતા હોવ અને એવું માનતા હોય કે એ એક બિમારી છે તો આટલું અચુંક વાચો અને વિશ્વાસ કરો.

bigstock closeup headshot very sad depr 97652720– હસ્તમૈથુન એ એક પ્રકારનું ઓર્ગેઝમ છે જેને કરવાથી ઇર્ન્ડોફીન્સ વધે છે જેના કારણે ડિપ્રેશનમાંથી છૂટકારો મળે છે.

– સ્ત્રીઓ માટે હસ્તમૈથુનથી સર્વાઇકલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે. જ્યારે રેગ્યુલર ઓર્ગેઝમથી ગર્ભાશય પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે.

– નિષ્ણાંતોનું પણ કહેવું છે કે જે વ્યક્તિ હસ્તમૈથુનને લઇને સરળ હોય છે તો પોતાના શરીર અને સેક્સ્યુઆલીટી માટે પણ વધુ સરળતા અનુભવે છે.

– આ પ્રકારનાં અલાઇ ઓર્ગેઝમથી બ્લડ પ્રેશર પણ લો થાય છે. અને તેનાથી ઇર્ન્ડોર્ફીન્સને પણ રાહત મળે છે. જેના કારણે વ્યક્તિ માનસિક શાંતિ પણ અનુભવે છે.

– સ્ત્રીઓનું એવું માનવું છે કે પીરીયડ્સ દરમિયાન હસ્ત મૈથુન કરવાથી ઓછામાં ઓછો દુ:ખાવો થાય છે.

– એવા તારણો પણ સામે આવ્યા છે કે જે લોકો ઓછામાં ઓછું મહિનામાં એકવાર હસ્તમૈથુન કરે છે. તે વ્યક્તિને પ્રોટેસ્ટનું કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.