તેવડ હોય તો પકડી બતાવો
વૈશ્ર્વિક આતંકવાદી અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદએ પાકિસ્તાની સરકારને પોતાની ધરપકડ કરવાનો ખુલ્લો પડકાર ફેંકયો છે. તેણે કહ્યું છે કે, જો તમે મારી ધરપકડ કરવા માંગતા હોય તો કરી બતાવો પરંતુ હું કાશ્મીર મુદ્દે લડતો રહીશ.
આતંકી હાફિઝે પાકના પૂર્વ પ્રમુખ નવાઝ શરીફની નિંદા પણ કરી છે. કાશ્મીરનો મુદ્દો ઉકેલવા શરીફે કોઈ શરાફત બતાવી ન હોવાનું તેણે કહ્યું છે. જો કાશ્મીરને આઝાદી અપાવશે તો ફરીી નવાઝને વડાપ્રધાન બનાવાશે તેવું હાફિઝે કહ્યું છે. અલબત હાલ તો તેણે તેવડ હોય તો ધરપકડ કરવા પાક સરકારને પડકાર ફેંકયો છે.