ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની સત્તાવાર વરણી

ફેબ્રૂઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રિયંકા ગાંધી કાર્યભાળ સંભાળશે

લાંબા ગાળાથી થઈ રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને ઉત્તર પ્રદેશનાં મહાસચિવ તરીકે નિયુકત કર્યા છે. પ્રિયંકાએ આ સાથે જ સક્રિય રાજનીતિમાં પ્રવેશા કરશે એવી ધારણાઓ આખરે અંત આવ્યો છે.

લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે. ત્યારે કોંગ્રેસે સૌથી મોટો દાવ રમ્યા હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી માત્ર સોનિયા અને રાહુલની બેઠકમાં પ્રચાર અભિયાનનું સુકાન સંભાળવા પૂરતા જ સક્રિય રહેતા પ્રિયંકા પડદા પાછળ રહીને દોરીસંચાર કરતા હોવાનું કહેવાતું હતુ હવે તેમને જવાબદારી સોપાતા ઉત્તર પ્રદેશનો મહત્વકાંક્ષી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની શકે છે.

ઉત્તર પ્રદેશમાં સપા-બસપાએ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરીને તેની ઉપેક્ષા કરી છે. પ્રિયંકા અને અખિલેશની પત્ની ડિમ્પલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવાનું માનવામાં આવે છે. આથી પ્રિયંકાની હાજરીથી ગઠબંધનના સમીકરણો પણ બદલાઈ શકે છે.

મહત્વનું છે કે પ્રિયંકામાં દેશને ઈન્દિરા ગાંધીનો ચહેરો દેખાય છે અગાઉ પણ પ્રિયંકાગાંધીની રાજકારણમાં એન્ટ્રી અંગે અટકળો ચાલતી હતી અને સોનિયા ગાંધીને પણ તેઓ રાજનૈતિક સલાહ આપતા હતા. પ્રિયંકાને મહાસચિવનું પદ આપતા કોંગ્રેસ વધુ મજબૂત બનશે તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરનાર પ્રિયંકાગાંધી હાલ વિદેશ પ્રવાસે છે. અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહે તેઓ મહાસચિવ પદની જવાબદારી સ્વીકારશે તો બીજી તરફ કોંગ્રેસ સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાને પશ્ર્ચિમ યુપીના મહાસચિવ પદની કમાન સોંપવામાં આવી છે. આમ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા અને પશ્ર્ચિમમાં જયોતિરાદિત્ય સિંધિયાને કમાન સોંપી બેલેન્સ કરવાની તજવીજ કરી છે.

લોકસભાની ચૂંટણી અગાઉ ગાંધી પરિવારના વધુ એક સદસ્યનું કોંગ્રેસમાં સક્રિય પદાર્પણ થયું છે. પ્રિયંકા દિલ્હી યુનિ.માંથી સાયકોલોજીમાં સ્નાતક થયેલા છે. અને હવે તેઓ રાજકીય કમાન સંભાળવા જઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.