- 26/11 મુંબઈ આતંકી હુ*મલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ભારત લવાશે : NIAની ટીમ અમેરિકા પહોંચી
- આવતીકાલે કોર્ટમાં રજુ કરાશે :દિલ્હી અને મુંબઈની જેલમાં રાખવા માટે કરાઈ તૈયારીઓ
- આ-તંકીના પ્રત્યાર્પણને પગલે દિલ્લી-મુંબઈની જેલોમાં હાઈ એલર્ટ
ભારતને હચમચાવી નાખનાર 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ અને પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાને આજે ભારતને હવાલે કરી દેવાયો છે. US સુપ્રીમ કોર્ટે આ પગલાને રોકવાના તહવ્વુરના અંતિમ પ્રયાસને ફગાવી દીધો હતો. આજે વહેલી સવારે રાણાને ભારત મોકલવાના રવાના કરી દેવામાં આવ્યો છે અને રાત સુધીમાં તે ભારત ખાતે આવી પહોંચશે. આ-તંકીના આગમનને પગલે દિલ્લી-મુંબઈની જેલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) રાણાના આગમન પર કસ્ટડીમાં લેશે. જ્યારે રાણાને દિલ્હી લાવવામાં આવશે કે મુંબઈ, તે પુષ્ટિ થઈ નથી. સૂત્રો સૂચવે છે કે તે મુંબઈમાં ઉતરે તેવી શક્યતા છે, જ્યાં 26/11ના ઘાતક હુ-મલા કરવામાં આવ્યા હતા. તે શરૂઆતના કેટલાક અઠવાડિયા સુધી એનઆઈએ કસ્ટડીમાં રહે તેવી શક્યતા છે.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તેમજ તે પાકિસ્તાનના આ-તંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય રહ્યો છે. તેમજ તેણે પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની ભારતની મુલાકાત લઇ શકે એ માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. હેડલીએ જ નવેમ્બર 2008માં લશ્કર અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને ભારતમાં ટાર્ગેટ નક્કી કર્યા હતાં, ત્યાર બાદ પાકિસ્તાનથી આવેલા આ-તંકવાદીઓ મુંબઈ પર હુ-મલો કર્યો હતો.
અહેવાલ અનુસાર, રાણાએ હુમલના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, તે 11 થી 21 નવેમ્બર, 2008 ની વચ્ચે દુબઈ થઈને મુંબઈ આવ્યો હતો. તે પવઈની હોટેલ રેનેસાંમાં રોકાયો હતો અને હુમલાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેના પાંચ દિવસ બાદ 26 નવેમ્બરના હુ-મલો થયો હતો.
પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ સભ્ય રાણા પર મુંબઈમાં 166 લોકોના મોતના સ્થળો શોધવામાં ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે.યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની પ્રત્યાર્પણ રોકવાની અરજીને સત્તાવાર રીતે નકારી કાઢી હતી.રાણાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે જો ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેને ત્રાસ આપી શકાય છે જો કે, કોર્ટએ આ દલીલો ફગાવી દીધી હતી.
માર્ચમાં ન્યાયાધીશ એલેના કાગન દ્વારા શરૂઆતમાં આ વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદ રાણાએ મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સને અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને સોમવારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે યુએસ જ્યુરીએ રાણાને 2008 ના હુમલામાં સીધા સમર્થન આપવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો પરંતુ તેને બે અન્ય આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને 10 વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી હતી.
રાણાના પ્રત્યાર્પણની જાહેરાત સૌપ્રથમ તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2020 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. વર્ષો સુધી ચાલેલી કાનૂની લડાઈઓ પછી, રાણાએ હવે પ્રત્યાર્પણ ટાળવા માટે તમામ કાનૂની માર્ગો અજમાવી લીધા છે. ભારતમાં અધિકારીઓ તેની કસ્ટડી અને સંભવિત ટ્રાન્સફર માટે ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી રહ્યા છે, આરોપીઓ માટે ખાસ જેલો તૈયાર કરવામાં આવી રહી છે.
અમેરિકામાં ધરપકડ :
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો અનુસાર, તહવ્વુર રાણા અને ડેવિડ હેડલીને 2009 માં FBI દ્વારા ડેનિશ અખબાર પર હુ*મલો કરવાનું કાવતરું ઘડવા અને LeTને મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2019 માં, ભારત સરકારે રાણાના પ્રત્યાર્પણની માંગણી કરતી એક રાજદ્વારી નોંધ અમેરિકાને મોકલી હતી. ફેબ્રુઆરી 2020માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના ભારત પ્રત્યાર્પણની પુષ્ટિ કરી હતી.