નામ સિવાય પોલીસ પાસે કોઇ વિશેષ જાણકારી ન હોવાથી ‘હિડમા’ને પકડી પાડવો સુરક્ષા દળો માટે એક પકડાર‚પ: વર્ષ ૨૦૧૭માં ર૪ સી.આર.પી.એફ. જવાનો પર હુમલાની ઘટના પાછળ હિડમાનો હાથ

નકસલીનો ખતરનાક ચહેરો ‘હિડમા’

છત્તીસગઢ અને મઘ્યપ્રદેશના ગાઢ જંગલોમાં માઓવાદી પ્રવૃતિઓ વધી રહી છે. આ માઓવાદી પ્રવૃતિઓ અને નકસવાદનો કોઇ ખતકનાક ચહેરો હોય તો તે ‘હિડમા’છે. પરંતુ તે કોણ છે ? કયાંથી છે ? તેનો ઇતિહાસ શું છે? તે કોઇને પણ ખબર નથી છત્તીસગઢના ગાઢ જંગલોમાં હિડમા રહે છે જે પોલીસ અને સુરક્ષાબળોથી હમેશા એક પગલુ આળગ રહેછે. બાસ્ટરમાં નકસલવાદનું મુળ કારણ તે છે જેને બધા હિડમા કહે છે પોલીસે કહ્યું કે, આ શખ્સને દેવા પણ કહેવામાં આવે છે. પરંતુ આ સિવાય તેના વિશે કોઇ માહીતી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર નકસલવાદનો માસ્ટર માઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ એવો હિડમા ૫૧ વર્ષનો છે અને તે ઉંચાઇએ નાનો તેમજ ડુબળો- પાતળો છે જો કે તેનો ચહેરો કેવો છે ? તે હજુ સુધી કોઇને ખબર નથી. અમુક તસ્વીરો સુરક્ષાબળો પાસે છે. તેમાંથી કોઇ એક હીડમા હોઇ શકે તેવી ધારણા પોલીસને છે.

તાજેતરમાં જ સરેન્ડર કરનાર માઓવાદી નેતા પહાડસિંહે હિડમા વિશે જણાવતા કહ્યું કે, તે ગરીલો કમાન્ડર છે. જો હિડમાને પકડી પાડવામાં આવે તો બસ્ટારમાં થતી નકસલવાદી પ્રવૃતિઓના નેટવર્કની કમર જ તુટી જશે.

જણાવી દઇએ કે, હીડમાનું નામ સૌ પ્રથમ વર્ષ ૨૦૧૩માં ઝીરમ ઘાટી નરસંહારમાં સામે આવ્યું હતું ત્યારબાદ સુરક્ષા બળો પર ઘણા બધા હુમલાઓ થયા તેમાં પણ હીડમાનો હાથ હોવાનું સામે આવ્યું. ઉલ્લેખનીય છે કે ઝીરમઘાટીમાં વર્ષ ૨૦૧૩માં માઓવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો. જેમાં તત્કાલીન કોંગ્રેસ અઘ્યક્ષ નંદકુમાર પટેલ, તેમનો પુત્ર દિનેશ પટેલ, વિપક્ષના પૂર્વ નેતા મહેન્દ્ર કર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુકલ અને પૂર્વ વિદ્યાયક ઉદય મુદલિયાર સહીત ર૭ લોકોના મોત થયા હતા.

આ હુમલામાં હીડમાનો હાથ હોવાનું સામે આવ્યું છે તો આ ઉ૫રાંત ગયા વર્ષે એપ્રીલ માસમાં બુર્કપાલમાં પણ આજ પ્રકારે હુમલો થયો હતો. જેમાં સીઆરપીએફના ૨૪ જવાનો માર્યા ગયા હતા.

પોલીસનું માનવું છે કે, આ હીડમા કોઇ સ્થાનીક આદિવાસી હોઇ શકે છે જે પીપલ્સ લિબરેશન ગરિલા આર્મી બેટાલીયન નંબર ૧ અને માઓવાદીઓનો અઘ્યક્ષ છે. તે લેજન્ડ તરીકે પણ ઓળખાય છે.

છત્તીસગઢના બાસ્ટરમાં ચાલતી નકસલવાદી પ્રવૃત્તિઓને નાથવા હીડમાની શોધ અને તેની ધરપકડ અત્યંત જરુરી છે. આથી પોલીસ તેને પકડવાની કોશિશમાં છે. તાજેતરમાં જ આ માટે સુરક્ષા બળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં હિડમાના ઘણાં રહેણાંકો મળી આવ્યા જે તમામનો નાશ કરી દેવાયો છે.

એક પોલીસ અધિકારીનું આ વિશે કહેવું છે કે હીડમા દક્ષિણ સુકમા ક્ષેત્રમાં બરાબર મઘ્યમાં રહે છે. આથી તેની સુરક્ષા તોડવી મુશ્કેલ છે. પોલીસ સાથે તેના ગાર્ડસ મુઠભેડ કરે છે. અને ગોળીબાર થતાં હીડમા ત્યાંથી નાસી છુટે છે. જો કે જેટલીવાર પણ હીડમાને નીશાને તાકયો છે. જેટલી વાર મુઠભેડ થઇ છે અને તેના ઘણાં ગાર્ડસ માર્યા ગયા છે. આથી તેની સપોર્ટ સીસ્ટમ નબળી થઇ છે. આમ હીડમા ટુંક સમયમાં સુરક્ષાબળોને હાથે લાગશે તેવી તીવ્ર ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.