રાજકોટના જાણીતા કોટેચા હોટેલ્સના સાસણ ગીર સ્થિત યુનિટ ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ ખાતે મધર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાસણ ફર્નની આજુબાજુમાં આવેલ ભાલછેલ અને સાસણ ગામની ગૃહિણીઓ માટે માસ્ટર શેફ ફર્ન ગૃહિણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૮૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૦ મહિલાઓને સિલેકટ કરી તેમને ૬ ટીમમાં વહેંચવામાં આવી હતી. તેમણે બનાવેલ ડીશીઝને ચોખ્ખાઈ, સ્વાદ અને પ્રેઝન્ટેશનના આધારે એકસપર્ટ શેફ દ્વારા મુલવવામાં આવી હતી. વિજેતા ટીમને ઈનામો આપવામાં આવ્યા હતા.