પોદાર જમ્બો કીડઝ અમીન માર્ગ દ્વારા ” માસ્ટર શેફ – ર 0 રર” ઈવેન્ટ ભવ્ય રીતે યોજાઈ ગઈ . જેમાં દાદા – દાદી નાના – નાની – પપ્પા મમ્મી અને બાળકો દ્વારા પૌષ્ટિક અને ઘરે બનાવેલી વાનગીઓ બધા તૈયાર કરીને આવ્યાં હતાં . જુદી – જુદી 70 થી વધારે આકર્ષક હેલ્થી ફૂડ ખૂબ જ જહેમત કરીને વાલીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તમામ વાલીઓએ રસપૂર્વક બધી જ વાનગીનો સ્વાદ લીધો હતો આ બધી જ વાનગીઓ સવારે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવી બનાવવામાં આવી હતી.
ખૂબ જ ઉત્સાહ અને આનંદભર્યા વાતાવરણમાં બાળકોએ પણ ભરપૂર પેટ ભરી ટેસ્ટ કરી ડાન્સનો આનંદ માણ્યો હતો. પોદાર જમ્બો કીડઝ અમીન માર્ગ દ્વારા પ્લે હાઉસથી સીનીયર કે.જી.ના બાળકોને ગુડ ટચ બેડ ટચ ગુડ હેબીટ બેડ હેબીટ તમામ રમત – ગમત જનરલ નોલેજ પર્સનાલીટી તથા તમામ પ્રેકટીકલી જ્ઞાન આપવામાં આવે છે. છેલ્લા 9 વર્ષ થી પોદાર જમ્બો કીડઝના અસંખ્ય બાળકો ખૂબ જ તેજસ્વી રીતે મોટા થઈને તમામ પ્રવૃત્તિમાં યોગ્ય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ખૂબજ વિનમ્ર સ્ટાફ પુરતી ટ્રેનીંગ સાથે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.