Table of Contents

રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન: મુખ્યમંત્રી રૂપાણી કરાવશે ફલેગ માર્ચ: ૨ કિ.મી.લાંબા તિરંગા સાથે યાત્રા

સવારે ૮.૩૦ કલાકે બહુમાળી ભવન સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ થશે રેલી

નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવા રાજકોટ ખાતે ગૂરૂવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈનેઆજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કેબિનેટમંત્રી જયેશ રાદડિયા, મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મીડીયા સંયોજક રાજુ ધ્રુવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે, રાષ્ટ્રહિતના નિર્ણયનો રાજકોટ હંમેશા સપોર્ટ કર્યો છે. ધનસુખ ભંડેરીએ પણ કહ્યું હતુ કે, આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. અને નાગરિકતા સંશોધન બીલમાં નાગરિકતા આપવાની વાત છે.

કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નાગરિકતા સંશોધન કાયદાને વ્યાપક લોક સમર્થન આપવા રાજકોટ ખાતે ગૂરૂવારે સવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨ કી.મી. લંબાઈના તિરંગાયાત્રાનું અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા સમિતિ રાજકોટના નેજા હેઠળ રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓ અને યુનિ.ઓ આ દેશહિતના કાર્યમાં તેમના સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે જોડાઈને લોક સમર્થન આપશે તેમજ ૫૦થી વધુ જ્ઞાતિ સમાજના લોકો, આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

૨ કી.મી. લંબાઈના બનાવેલા આપણા રાષ્ટ્રીય ધ્વજની યાત્રામાં રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાય તે હેતુથી આ યાત્રાની વ્યવસ્થામાં ૧૫,૦૦૦ વધુ વિદ્યાર્થીઓ જોડાશે. આ તિરંગાયાત્રા તા. ૧૩ના રોજ સવારે રેસકોર્ષ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સ્થળે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને સભા યોજાશે. અને ત્યારબાદ પ્રચંડ લોક સમર્થન રેલીનો પ્રારંભ થશે. અને શહેરનાં હૃદયસમા માર્ગો પરથી પસાર થઈને જયુબેલી બાગ ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ સમાપન થશે. આ ત્રિરંગાયાત્રામાં શહેર જિલ્લાના વિવિધ સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવાનું આયોજન સમિતિ દ્વારા આવાહન કરવામાં આવે છે. તિરંગાયાત્રાની પૂર્વ તૈયારી માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકોટ શહેરનાં ૧૮ વોર્ડો અને વિવિધ સમાજોની મીટીંગનો દૌર શરૂ થઈ ગયેલ છે.

સમસ્ત મોઢ વણીક જ્ઞાતિ સંસ્થાઓનાં સેંકડો સભ્યો ગૂરૂવારની તિરંગા યાત્રામાં જોડાશે

રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ૧૩મીએ સવારે ૯ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન રાજકોટ ખાતેથી શરૂ થનાર તિરંગા યાત્રા ૨૦૨૦ને રાજકોટ શહેરની તમામ મોઢવણીક જ્ઞાતિ સંસ્થાઓ રાજકોટ મોઢ વણીક મહાજન, મોઢવણીક સમાજ, મોઢવણીક યુવા ગ્રુપ, મોઢવણીક મીત્ર મંડળ, મોઢ વણીક મહિલા મંડળ, મોઢવણીક સત્સંગ મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ સહિતનાઓનો પ્રચંડ ટેકો છે. અને રાજકોટમાં વસતા તમામ મોઢવણીક જ્ઞાતિજનોને રાષ્ટ્રહિતનાં આ કાર્યમાં જોડાવા તમામ સંસ્થાના હોદેદારો દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા સીએએ કાયદાનાં લેવાયેલ નિર્ણયના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજીત આગામી તા.૧૩ના રોજ સેંકડોની સંખ્યામાં મોઢવણીક જ્ઞાતિજનો સવારે ૮.૩૦ વાગ્યે બહુમાળીભવન ખાતે ઉમટી પડશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમીતભાઈ શાહ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાષ્ટ્રીય યજ્ઞમાં આહુતિ આપશે.

રાષ્ટ્રીય એકતાયાત્રામાં સૌ જ્ઞાતિજનોને જોડાવા મોઢવણીક અગ્રણી મુકેશ દોશી, ભાગ્યેશ વોરા, કિરેન છાપીયા, ધર્મેશ શેઠ, ડો. અતુલ વોરા, કેતન પારેખ, જીજ્ઞેશ મેસ્વાણી, પ્રનંદ કલ્યાણી, હિરેન કલ્યાણી સરોજ બેન ભાઠા, ગીતાબેન પટેલ, શ્રેયાંસ મહેતા કિરીટભાઈ પટેલ, રમેશભાઈ જીવાણી, કમલેશ પારેખ, સુનીલ વોરા, મનીષ પટેલ, સંજય મણીયાર સહિતનાઓ એ અનુરોધ કરેલ છે.

નાગરિકતા કાયદાને વિવિધ ચાર એસોસીએશનનું સમર્થન

રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ૧૩મી સવારે નવ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા પાસેથી બહુમાળી ભવન, રાજકોટ પાસેથી શરૂ થનાર તિરંગા યાત્રા ૨૦૨૦ને રાજકોટ મશીનરી ડીલર્સ એસો. સમર્થન કરે છે. કાયદાના નિર્ણયના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા નાગરિકતા કાયદાના સમર્થનમાં વિરાટ રેલીમાં એસો.ના સભ્યો સામેલ થશે તેમ રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ના પ્રમુખ મનસુખભાઈ પટેલ તથા મંત્રી અશ્ર્વીનભાઈ પટેલ જણાવે છે.

રાજકોટ મશીનરી ડિલર્સ એસો. રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસો. રાજકોટ ટુલ્સ એસો. પ્રમુખ, ધર્મેન્દ્ર રોડ કાપડ એસો.નો સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે. તેમ પ્રમુખ મનસુખભાઈ પટેલ તથા મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ દ્વારા જણાવાયું છે.

તિરંગાત્રામાં પરશુરામ સેવા સંસ્થાન જોડાશે

ગુરૂવારના રોજ રાષ્ટ્રીય એકતા દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દ્વારા વિશાળ સંખ્યામાં યોજાવાની હોય જેમાં પરશુરામ યુવા સંસ્થાનના તમામ આગેવાનો આ રાષ્ટ્રીય એકતામાં રાષ્ટ્ર નિર્માણની બ્રાહ્મણો પર જવાબદારી રહેલ હોય ત્યારે સંસ્ક્રાંતિ કાળમાં સી.એ.એ.ના સમર્થનમાં જાહેર ખૂલ્લીને ટેકો પરશુરામ યુવા સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

ગુરૂવારે યોજાનાર તિરંગાયાત્રામાં સમગ્ર બ્રહ્મ સમાજ જોડાશે

૨ કિ.મી. લંબાઇના બનાવેલા આપણા રાષ્ટ્રીય ધ્વજની યાત્રામાં રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાય તે હેતુથી આ યાત્રામાં બ્રહ્મસમાજના સામાજિક અગ્રણીઓ, આગેવાનો, અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગ રૂપે સમસ્ત બ્રહ્મસમાજની મિટિંગ થઈ હતી. જેમા સમસ્ત બ્રહ્મસમાજના જ્ઞાતિ અગ્રણી જનાર્દનભાઈ આચાર્ય, રાજેશભાઈ મહેતા, વિપુલભાઈ શુક્લ, હિતેશભાઈ રાવલ, ધર્મેશભાઈ ભટ્ટ, કમલભાઈ ભટ્ટ, પંકજભાઈ જોષી, અતુલભાઈ પંડિત, કિરીટભાઈ પાઠક, રમેશભાઈ ખીરા, દીપકભાઈ ભટ્ટ, જયેશભાઇ પંડ્યા ડો.નવલભાઈ શિલુ, રૂપા બહેન શિલુ, જયભાઈ દવે અને હરીશભાઈ જોશી અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમજના વિવિધ તલગળોના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકતા કાયદાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું

દેશહિત અને જનહિતના સંદર્ભે દેશની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા દેશહિત માટે લેવાયેલા નાગરિકતા સંશોધન કાયદાને સમગ્ર સમાજ દ્વારા પ્રચુર માત્રામાં સમર્થન મળી રહ્યું છે. તેના સંદર્ભે આગામી ગુરૂવારના રોજ તિરંગાયાત્રાના યોજાશે. જે અંતર્ગત આજે વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મહિલા સંમેલનમાં માર્ગદર્શન આપતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે આવનારી પેઢી ના સુદ્રઢ ભવિષ્ય માટે અને નાગરિકતા કાયદાની પ્રવર્તતી ગેરસમજોનું ખંડન કરવા આ વિશાળ જન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓના સહયોગ થકી રેલી વધુ વેગવંતી બનશે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંગઠનના મહિલા આગ્રણીઓને રાષ્ટ્રના સામુહિક એકતાના આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રો એક્ટિવ બનીને મોટી સંખ્યામાં જોડાવાની અપીલ કરી હતી. આ અંગે શક્ય હોય તેટલી જનજાગૃતિ કેળવાય તેના પર પણ ભાર મુક્યો હતો.

આ મહિલા સંમેલનમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શીતાબહેન શાહ , કાંતાબહેન કથીરિયા, ડો.અલ્પનાબહેન ત્રિવેદી, નિલાંબરીબહેન દવે અને ભાજપ મહિલા મોરચાની બહેનો, ૧૮ વોર્ડની બહેનો, મહિલા કોર્પોરેટરો, વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંગઠનના મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની નાગરિક અધિકારી કાયદાને સમર્થન

સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, તિરંગા રાષ્ટ્રધ્વજની જાણકારી અને તિરંગા યાત્રા ની માહિતી આપી હતી.  શિક્ષકો, સંચાલકોએ, શાળાના આચાર્યોને વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાવવનું આવાહન કર્યું હતું.

શિક્ષણ શાસ્ત્રી ડી.વી.મહેતા એ સર્વે શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં નાગરિકતા સંશોધન કાયદાની સાચી સમજ કેળવીને તેમને આ કાયદાથી માહિતગાર કરવા અને આ તિરંગાયાત્રામાં વિદ્યાર્થીઓ ૨ કિ.મી. લાંબા તિરંગાને લઈને શહેરના રાજમાર્ગો તરફ વળશે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા એ જણાવ્યું હતું કે બાળકોને શાળાના શિક્ષણ સાથે આવા રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા ઘડતર થાય છે. અવધેશભાઈ કાંગડે પણ રેલીમાં બાળકો શિસ્તબદ્ધ રીતે જોડાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વિપુલભાઈ પાનેલિયા, ડી.કે.વડોદરિયા, પુષ્કરભાઈ રાવલ, નરેશભાઈ પટેલ અન્ય સંચાલકો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

7537d2f3 8

સીએએને સર્મન કરો, રાષ્ટ્રહિતને મજબુત કરો: ગોવિંદ પટેલ

સીએએને સર્મન કરો, રાષ્ટ્રહિતને મજબુત કરો તેમ એક નિવેદનમાં ૭૦, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ નિવેદનમાં જણાવે છે. પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રહિતને નુકશાન કરનાર પરિબળો પોતાનો રાજકીય રોટલો શેકવા સી.એ.એ.નો વિરોધી કરી રહ્યાં છે તેની સો આવતી તા.૧૩/૨/૨૦૨૦ને ગુરુવારના રોજ સરદાર પટેલના સ્ટેચ્યુ રેસકોર્સ પાસેી શરૂ નાર રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા યોજાયેલ રેલીમાં નાગરિકો, મહિલાઓ, વેપારીઓ, ડોકટરો, વકીલો, સ્કૂલ કોલેજના વિર્દ્યાીઓ, પ્રધ્યાપકો, શિક્ષકો, એસોશીએશનો, મંડળ મોટી સંખ્યામાં જોડાઈને આપનું સર્મન આપો અને વિધાતક પરિબળોને પ્રચંડ દેખાવોી તેનું સન બતાવી દો તેમ નિવેદનના અંતે જણાવેલ છે.

રાજકોટ ટ્રાવેલ્સ ડેઈલી સર્વિસ એસો.નું સીએએને સમર્થન

૨ાજકોટ ટ્રાવેલ્સ ડેઈલી સર્વીસ એશોશીએશનના પ્રમુખ અને શહે૨ ભાજપ વોર્ડ નં.૨ના મહામંત્રી તેમજ ઉપાસના ટ્રાવેલ્સના સંચાલક દશ૨થભાઈ વાળાની એક અખબા૨ી યાદીમાં જણાવાયું છે કે, દેશની સંસદમાં પ્રધાનમંત્રી ન૨ેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ધ્વા૨ા  ધર્મના આધા૨ે વિસ્થાપિત થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનના લઘુમતીઓને નાગિ૨ક્તા આપવા માટે નાગિ૨ક્તા સંશોધન કાયદો (સીએએ) જેવા ૨ાષ્ટ્રહિતના નિર્ણયો પ્રધાનમંત્રી ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ લઈ ૨હી છે. ત્યા૨ે આ નિર્ણયને વધુને વધુ મજબુત બનાવવા તેમજ દેશના એક જાગૃત અને ૨ાષ્ટ્રભાવનાને વ૨ેલા નાગિ૨ક ત૨ીકેનું દાયિત્વ નિભાવવા ૨ાષ્ટ્રંીય એક્તા સમિતિ ધ્વા૨ા ગુરૂવા૨ે સવા૨ે ૮:૩૦ કલાકે તિ૨ંગા યાત્રા-૨૦૨૦નું ભવ્ય આયોજન ક૨વામાં આવેલ છે, ત્યા૨ે આ નિર્ણયને વધુ મજબુત બનાવવા સંપુર્ણ સમર્થન આપીને દશ૨થભાઈ વાળાએ શહે૨ના ટ્રાવેલ્સ ડેઈલી સર્વીસ સંચાલકોને ૨ાષ્ટ્રીય એક્તા સમિતિ આયોજીત તિ૨ંગા યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવવા જાહે૨ અનુ૨ોધ ક૨ેલ છે.

તિરંગા યાત્રામાં રાજકોટ જ્વેલરી એસો.ના સભ્યો મોટી સંખ્યામાં જોડાશે

રાજકોટ શહેરના પૂર્વ વિભાગમાં ઇમિટેશન જવેલરી ઉદ્યોગનો મોટા પ્રમાણમાં વિકાસ થયેલ છે. રાજકોટ ખાતે આગામી તા.૧૩ ના રોજ માનવતા અને દેશહીતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા લેવાયેલ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગાયાત્રા અને સભાનું આયોજન કરેલ છે. ત્યારે આ તિરંગા યાત્રામાં ઇમિટેશન જવેલરીના વેપારી મિત્રો જોડાય તે માટે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડનની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠક માં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા ઘડાયેલા નાગરિક કાયદાના સમર્થનમાં યોજાયેલ તિરંગાયાત્રામાં જોડાવવા ખાતરી આપી હતી. તેમજ આ પ્રસંગે રાજકોટના પૂર્વ વિસ્તારની જવેલરીની દુકાનોનો રૂબરૂ લોક સંપર્ક કરવામાં આવ્યો હતો અને વેપારીઓને આ રેલીમાં જોડાવા આવાહન કરવામાં આવ્યું હતું.

કોળી સમાજના ૮૦૦૦થી વધુ લોકો સીએએને સમર્થન રેલીમાં જોડાશે

DSC 0362

સમસ્ત કોળી સમાજ અને તેના પેટા મંડળો, સંસ્થાઓની સી.એ.એ. નાગરીક સુધારા કાયદોના સમર્થનમાં મીટીંગ મળી હતી. આ કાયદાના સમર્થનમાં કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો તા.૧૩ના રોજ રેલીના સમર્થનમાં ઉમટી પડશે. આ રેલીમાં સમસ્ત કોળી સમાજના મંડળો, સંસ્થાઓ તેમજ યુંવક મંડળો જેમકે, અખીલ ભારતીય કોળી સમાજ, માધાતા સમુહ લગ્ન સમિતિ, વેલનાથ સમુહ લગ્ન સમિતિ, સમાજની શૈક્ષણીક સંસ્થાઓ, જયમાધાતા સૂર્યવંશી ગ્રુપ, સંત શ્રી જયવેલનાથ યુવક ગ્રુપ વગેરે જોડાશે. વિવિધ સમિતિઓ મંડળો સંસ્થાઓના આશરે ૮૦૦૦થી વધુ લોકો જોડાશે વધુમાં વધુ સમાજના લોકોને ઉમટી પડવા આગેવાનો વગેરેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

તિરંગા યાત્રાને તમામ સમાજનું અભૂતપૂર્વ સર્મન ૪૦૦ જેટલા શરર્ણાીઓ જોડાશે

રાજકોટના વિવિધ સમાજના શ્રેષ્ઠીઓની મળેલી બેઠકમાં સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક ને સંબોધતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશને શક્તિશાળી બનાવવા માટે સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે.ત્યારે દેશ હિતમાં નાગરિકતા સંશોધન કાયદાની બાબતને આપણે સમર્થન આપવું જોઈએ. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ જણાવ્યું હતું કે આ વિષય દેશદાઝનો છે અને દરેક સમાજને સ્વયંભૂ જોડાવવું જોઈએ કોઈપણ સમાજો દેશદાઝની રેલીના કાર્યક્રમ માં પાછળ ન રહી જાય તે જોવા ખાસ જણાવ્યું હતું.

આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી અને અગ્રણી મનીષભાઈ રાદડિયાએ રાષ્ટ્રીય એકતા રેલીમાં ગરિમાપૂર્ણ ભાગ લેવા વિવિધ સમાજોના શ્રેષ્ઠીઓને અનુરોધ કર્યો હતો. તેઓએ સમાજના શ્રેષ્ઠીઓને તેમના સમાજોની અલગ બેઠકો યોજીને રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ તે જોવા ખાસ જણાવ્યું હતું. આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ શેઠ, શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, ડીનેશભાઈ કારીયા, પુષ્કરભાઈ પટેલ, વિક્રમભાઈ વિવિધ સમાજના હોદેદાર, પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગા યાત્રા સંદર્ભે જિલ્લા ભાજપની બેઠક મળી 

Tiranga Photo

સીએએની સમર્થન રેલી રાજકોટમાં ગુરુવારે યોજાનાર છે તેના વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, જીલ્લા ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાની ઉપસ્થિતિમાં ઉપલેટા શહેર, ઉપલેટા તાલુકા, ભાયાવદર શહેર,ધોરાજી શહેર, ધોરાજી તાલુકો, જામકંડોરણા તાલુકો, જેતપુર શહેર, જેતપુર તાલુકો, ગોંડલ શહેર, ગોંડલ તાલુકાની બેઠકો યોજાઈ તેમજ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષના માર્ગદર્શન મુજબ ભાનુભાઈ મેતાની ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકા, પડધરી તાલુકા, લોધિકા તાલુકા તથા કોટડાસાંગાણી તાલુકાની તેમજ જસદણ કાર્યાલય ખાતે જસદણ શહેર, જસદણ તાલુકા અને વિંછીયા તાલુકાની બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.