દશ કામદારોએ ઝેરી દવા ગટગટાવતા તંત્રમાં દોડધામ
એશીયા ખંડમા પ્રથમ નંબરે આવતી સોડાએશની કંપની ધ્રાગધ્રા ખાતે છે ત્યારે ધ્રાગધ્રા કેમિકલ વર્કસ (DCW) નામક આ કંપની સામે છેલ્લા બે મહિના કરતા પણ વધુ સમયથી કંપનીના કામદારો પોતાના પ્રશ્નોને લઇને હડતાલ શરૂ કરી છે. જેમા કંપની સામે જ છાવણી નાખી અંદાજે ૭૦ જેટલા કામદારો હડતાલ યોજે છે. છેલ્લા બે માસથી હડતાલ પર બેઠેલા કામદારો દ્વારા માંગને લઇને અનેક પ્રકારના આંદોલન શરુ કર્યો હતા જેમા મુંડન કરી વિરુધ્ધ પ્રદર્શન કયોઁ ત્યાર બાદ અધઁનંગ્ન હાલતમાં વિરુધ્ધ અને બાદમા અગાઉ આત્મવિલોપનની ચિમકી પણ આપી હતી આ સાથે અનેક વાર કંપનીના સત્તાધીશો મિટીંગમાં હલ્લાબોલ કરાય હતુ. પરંતુ DCWના નિંભર સત્તાધીશો દ્વારા કોઇ ફેર પડતો ન હોય તેમ કામદારો સાથે સામાન્ય બેઠક યોજી નિર્ણય કરીશુ તેવો ઉડાવ જવાબ આપી આજથી સુધી કોઇ મુદ્દાને સ્વીકારાયા ન હતા જેથી કંપની સામે આંદોલન કરતા કામદારો દ્વારા આજે બપોરના સમયે સામુહીક આત્મવિલોપન કરવાનો પ્રયાસ થયો હતો. જેમા કંપની સામે જ અનેક જેટલા કામદારોએ ઝેરી પ્રવાહ ગટગટાવી હતુ. કામદારોના આત્મવિલોપનના પ્રયાસથી સમગ્ર વાતાવરણ ગંભીર બની ગયુ હતું. જોકે આ બાબતની જાણ થતાની સાથે જ ધ્રાંગધ્રા સ્થાનિક પોલીસને અધિકારીઓ સહિતના ઘટના સ્થળે પહોચી આત્મવિલોપનની પ્રયાસ કરનાર કામદારોના સારવાર માટે હોસ્પીટલ ખસેડાવામા મદદ હાથ ધરી હતી. જ્યારે આત્મવિલોપનની પ્રયાસ કરનાર તમામ કામદારોને સુરેન્દ્રનગર રીફર કરાયા હતા જેમાના ચાર જેટલા કામદારોની સ્થિતી ગંભીર હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ તરફ કામદારોને સુરેન્દ્રનગર રીફર કરતા અન્ય કામદારો દ્વારા કંપની પર હલ્લાબોલ કરી કંપનીના બંધ કરવા ચેતવણી આપી હતી. જ્યારે કામદારોના આત્મવિલોપનની પ્રયાસથી જ વાતાવરણ તંગ બની ગયુ હતુ અને પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત થયો હતો. આત્મવિલોપન બાદ અઇચ્છનીય બનાવ ન બને તે માટેની ખાસ તૈયારી રાખવા કંપનીના આજુબાજુ પોલીસ સ્ટાફ ગોઠવાઇ ગયો હતો અને સમગ્ર મામલો ફાળે પાડવા ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી આવી હતી. ત્યારે કંપનીના વિરોધ્ધમા ઝેરી પ્રવાહ પી જનાર તમામ કામદારોને સારવાર માટે હોસ્પીટલ ખસેડાતા મોટા ભાગના કામદારોની તબીબયતમા સુધારો હોવાના વિગત પણ પ્રાપ્ત થઈ હતી ત્યારે હવે જોવાનું રહે છે કે પોતાની માંગણી માટે જીવનું જોખમ ખેડતા કામદારોની માંગ કંપનીના સત્તાધીશો સ્વીકારે છે કે પછી આદોલન યથાવત રહે છે?
ક્યા ક્યા કર્મચારીઓએ ઝેરી દવા પીધી ?
પ્રમોદભાઇ ચતુરભાઈ ચૌહાણ, મનિષભાઇ માવજીભાઇ સિંધવ, અનીલ તળશીભાઇ પરમાર, સુરેશભાઇ ચતુરભાઇ ચૌહાણ, બાબુભાઇ ખોડાભાઇ, કેશાભાઇ નાનજીભાઇ પરમાર, જગાભાઇ મોહનભાઇ પરમાર, વિનુભાઇ દલજીભાઇ રાઠોડ, પ્રેમજીભાઇ અમરાભાઇ, બાબુભાઇ જશાભાઇ રાઠોડ.
આત્મવિલોપનનો પ્રયાસ કરનારા કામદારોની વ્હારે ચડતી પોલીસ
“કંપની સામે વિરુધ્ધ પ્રદશઁન કરી રહેલા દરેક કામદારો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરી ઝેરી પ્રવાબ પી જતા પોઇન્ટ પર હાજર પોલીસકમીંઓ દ્વારા સક્રિયતા દાખવી પોતાની પ્રાવેઇવેટ કાર તથા પોલીસ વાનની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલ ખસેડતા તમામ કામદારોને જીવ બચી ગયો હતો જેથી ઝેરી પીણાની અસર થાય તે પહેલા પોલીસની સક્રિયૌઆના લીધે કામદારને સારવાર મળતા પોલીસની કામગીરીની ચોતરફ પ્રશંસા થઇ હતી.