મોરબીમાં પાટણકાંડની ઘટનાને લઈ દલિત સમાજ દ્વારા વિશાળ રેલી યોજી સ્વ.ભાનુભાઇના મૃત્યુ પાછળ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને જવાબદાર ઠહેરવી તાકીદે બન્ને ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી કરી મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું।
પ્રાપ્ત વિગતો મુજબ પાટણ આત્મવિલોપન મામલે મોરબી જીલ્લા દલિત સમાજે ગઈકાલે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સ્વ. ભાનુભાઈ ગરીબ પરિવારની જમીનના ટુકડા માટે ઘણા સમયથી પાટણ કલેકટર કચેરીએ આંદોલન ચલાવતા હોય પરંતુ સરકારે માંગ ના સ્વીકારતા તેને આત્મવિલોપન કરવું પડ્યું આ ઘટનાથી દલિત સમાજ દુખી છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે.
આવેદનપત્ર પાઠવી મોરબી દલિત સમાજ દ્વારા સ્વ. ભાનુભાઈના બલિદાન માટે જવાબદાર પાટણ જીલ્લા કલેકટર અને પોલીસવડાને તાકીદે ફરજ મોકૂફ કરી કાયદાકીય કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગ કરી છે. તો દલિત પરિવાર સાથે
થાનગઢ કાંડ, ઉના કાંડ અને પાટણ આત્મવિલોપન જેવી ઘટનાઓની હારમાળા સર્જાઈ છે છતાં દલિત સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે,જેથી દલિત સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.