વોર્ડ નં.૧૪ ના કુંભારવાડા શેરી નં.૧૪માં મોબાઇલ ટાવર નખાતા સ્થાનીકો ભારે વિરોધ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં લગભગ ત્રણેક મહિના પહેલા ટાવર નખાયો હતો અને હાલ તેનુઁ ફીટીંગ કામ ચાલી રહ્યું છે.

લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોચાડવા સમાન આ રીલાયન્સ કંપનીના મોબાઇલ ટાવર સામે લત્તાવાસીઓએ ભારે વિરોધ નોંધાવી આજરોજ ફીટીંગ કામ બંધ કરાવ્યું હતું. સ્થાનીકોનું કહેવું છે કે આ મોબાઇલ ટાવર નાખવા માટે શેરી નં.૪ માં જગ્યા ફાળવવામાં આવી હતી. તેમ છતાં વોર્ડ નં.૧૪ માં અને સોસાયટીના ઘરોથી માત્ર ૧૦ થી ૧પ ફુટના અંતરે આ ટાવર નખાતા રહીશોએ આજરોજ વિરોધ પ્રદર્શન કર્યો હતો. વોર્ડના અગ્રણીઓ માણસુરભાઇ વાળા, ડેનીશભાઇ બોરીચા, મહેબુબભા કલર, સબાભાઇ કલર, રણજીતસિંહ જાડેજા વગેરેની આગેવાનીમાં લોકોએ એકત્રિત થઇ રોષ ભરે બેનર સાથે આ ટાવર હટાવવા તંત્રને રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.