ટંકારા-પડધરી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાને પ્રચંડ લોકસમર્થન
આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જનસંપર્ક વધુ તેજ બનાવવામાં આવ્યો છે ગઈકાલે ટંકારા તાલુકાના હડમતિયામાં ગામે ભારતીય જનતા પાર્ટીના ટંકારા-પડધરી મતવિસ્તારના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાની જાહેરસભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
૬૬-ટંકારા પડધરી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાની જાહેરસભામાં હડમતિયા ગામના સરપંચશ્રી રાજાભાઈ માલાભાઈ, ગ્રામપંચાયત સદસ્યોશ્રી, રાજકોટ જીલ્લાના ભાજપના સાંસદશ્રી મોહનભાઈ કુડારીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રવિણભાઈ લો, પ્રભુલાલ કામરીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી મગનલાલ વડાવીયા, મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા,મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ જેઠાભાઇ મિયાત્રા, મોરબી જીલ્લા કિશાન મોરચાના પ્રમુખશ્રી પ્રભુભાઈ પનારા, મોરબી નગરપાલિકાના પુર્વ પ્રમુખશ્રી લલિતભાઈ કામરીયા, હડમતિયા સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી ડાકા ટપુભાઈ દેવાભાઈ, ગામના અગ્રણી જેરાજભાઈ કામરીયા સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા.
આ તકે ગ્રામજનો દ્વારા મતવિસ્તારના ભાજપના લોકલાડીલા ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાનું પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઢોલ-નગારાથી વાજતે ગાજતે સામૈયું અને તિલક કરી ફુલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
વધુમાં હડમતીયા ખાતે યોજાયેલ જાહેરસભામાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ગ્રામજનો દ્વારા ભાજપનું ભવ્ય સ્વાગત અને જનમેદની ઉભરાતા જોઈ ગામના વડિલો,યુવાનો, બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી ૯ તારીખના રોજ ભાજપના લોકલાડીલા ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાને ખોબલે-ખોબલે મત આપવા આહવાન કર્યું હતું.
આ તકે હડમતીયા ગામનો મહત્વનો પીવાના પાણી પ્રશ્ન મોરબી નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ગામના જ પનોતા પુત્ર લલિતભાઈ કામરીયાએ સો ટકા ગેરંટીથી નિકાલ કરવા જણાવ્યું હતું સાથે એ પણ જણાવ્યું હતું કે આપણા ટંકારા તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને મોરબી જીલ્લા પંચાયત સદસ્યશ્રી પણ આ જ ગામના હોવા છતા આજ સુધી શું કર્યુ છે…? મારી ગામ પ્રત્યેની લાગણી છે તેટલી જ તેને પણ હોવી જોઈ નહી કે ફક્ત મતનું રાજકારણ રમી ગામને વિકાસમાં પાછળ ધકેલી દેવું ન જોઈએ આમ કહી કોંગ્રેશની બોલતી બંધ કરી દીધી હતી.
આમ,ટંકારા તાલુકાના હડમતીયા ગામના પ્રવાસ-પ્રચાર દરમિયાન ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એવા રાઘવજીભાઈ ગડારાનું ગ્રામજનો દ્વારા અદકેરું સન્માન કરવામાં આવતા ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકરો બમણા જુસ્સાથી મતવિસ્તારમાં જનસંપર્ક કરી રહ્યા છે.