માત્ર લાગતા વળગતાઓ પાસેથી ખરીદી થતી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લો ખેતિ આધારિત જિલ્લો છે અને જિલ્લાભરના ખેડૂતો મહામહેનતે સિઝન મુજબ પાકોનું વાવેતર કરે છે ત્યારે હાલ એક તરફ કોરોના વાયરસને પગલે લોકડાઉન દરમિયાન ખેડૂતોની હાલત કફોડી બની છે તેવામાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી એપીએમસી અને સીસીઆઈ મારફતે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ આ ખરીદીના નોંધણી રજીસ્ટરમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે વઢવાણ એપીએમસીના પૂર્વ ચેરમેન મોહનભાઈ પટેલે પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી હતી..

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ હાલ સરકારની ગાઈડલાઈન મુજબ વઢવાણ એપીએમસીમાં તાલુકાના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી શરૃ કરવામાં આવી હતી. પરંતુ આ ખરીદી દરમિયાન અનેક બાબતોમાં ગેરરિતી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં આ સમગ્ર પ્રક્રિયામાં ફરજ બજાવી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ નવા નહીં પરંતુ અનુભવી કર્મચારીઓ છે, ફોન પર નોંધણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં નોંધણી માટે માત્ર એક જ ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોના હાલાકી પડી રહી છે, ફોન દ્વારા નોંધણી કરવાનું ગત તા.૨૪ એપ્રિલના રોજ શરૃ કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવક્ષયું છે કે  સીસીઆઈના વડોદ કેન્દ્ર દ્વારા થયેલ ખરીદીના રજીસ્ટર સાથે વઢવાણ એપીએમસી દ્વારા જાહેર યેલ રજીસ્ટર સરખાવવામાં આવે તો ગેરરીતિ બહાર આવી શકે તેમ છે. આ સીસીઆઇ કેન્દ્રમાં બેસતા અધિકારીઓ દ્વારા લાગતા-વળગતા ઓના કપાસની ખરીદી રૂપિયા ૧૦૪૦ પ્રતિ મણે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં આવેલા અન્ય ખેડૂતો જ્યારે આ કપાસ વેચવા જાય અને સી.સી.આઇ કેન્દ્ર ઉપર ખાનગી વાહન લઇને કપાસ ભરીને વેચવા જાય ત્યારે ખેડૂતોના કપાસ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને લાગતા-વળગતા ખેડૂતોના કપાસ હલકી ગુણવત્તાના હોવા છતાં પણ ખરીદી કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.