જામનગર સમાચાર

જામનગરથી રાજકોટ જતા ધુવાવ પાસે આવેલ પૂલ ઉપર મસ મોટા ગાબડા પડી ગયા છે. અને તેમજ પુલ ઉપર સળીયા દેખાવા લાગ્યા છે. અને બહાર નીકળી ગયા છે.પરંતુ જામનગર મહાનગરપાલીકાના ધ્યાને આ ધુવાવ પાસે આવેલા પૂલ પરના ગાબડા દેખાતા નથી.દરરોજ હજારો વાહનોની અવર જવર ધુવાવ પાસે આવેલા પૂલ પરથી થતી હોય છે.

પૂલ પર મસમોટા ખાડાના કારણે સળીયા દેખાવાના કારણે અકસ્માત સર્જાશે તો કોણ તે પણ મોટો સવાલ ઉભો થયો છે. તંત્ર દ્વારા પૂલ પર મસમોટા ગાબડાને કયારે બૂરવામાં આવશે તે પણ જોવાનું રહ્યું જો સમયસર પૂલ પર મરામત ન થાય તો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ?એશિયાની સૌથી મોટી રિફાઇનરી ઠરાવતા જામનગર પંથકમાં 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે ત્યારે રસ્તા ટનાટન હોવા જોઈએ અલબત્ત અનેક જગ્યાએ મેન્ટેનન્સના અભાવે જર્જરીત થઈ ગયેલા રસ્તા અને પુલથી અકસ્માતોનું સતત જોખમ રહે છે ધુવાઓ ના રસ્તે આવેલા પુલનું રીપેરીંગ જરૂરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું ન હોવાની ફરિયાદ ઉઠી છે.WhatsApp Image 2023 10 10 at 13.39.53 d3409d53

ખરાબ રસ્તા અને ખાસ કરીને પુલના નબળા કામ અંગે સ્થાનિકથી લઈ ધારાસભ્ય અને સાંસદ સહિતના જન પ્રતિનિધિઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે ચોમાસુ વીતી ગયું છતાં ચોમાસા ને લગતી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી હવે તો વરસાદની વિદાય થઈ ગઈ છે ચાલુ વરસાદે મુશ્કેલી રૂપ બનતા નબળા પુલ અને રસ્તાના ખાડા નું રીપેરીંગ થયું નથી તો હવે તો શિયાળા અને ઉનાળાના આઠ મહિના સુધી તંત્રને બહાના બતાવવાની મુદ્દત મળી ગઈ હોય તેમ રસ્તા ના ખાડા અને પુલનું કામ અધરતાલ રહેશે ખાડા અને નબળા પુલના કારણે આ વિસ્તારમાં સતત પણે અકસ્માતોનું જોખમ રહે છે.

છેલ્લા ઘણા સમયથી જામનગરથી રાજકોટ જતા ધુવાવ પાસે આવેલા પૂલ ઉપર મસ મોટા ગાબડા પડી ગયા છે પરંતુ હજુ સુધી આ પૂલ પરના આ મસમોટા ગાબડા તંત્રના ધ્યાને આવ્યા નથી જયારે કોઈ અઘટીત ઘટના બને ત્યારે જ શું તંત્ર મરામતની કામગીરી કરશે તેવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો અવર જવર કરે છે. પૂલ પર ઠેર ઠેર નાના મોટાગાબડા પડી ગયા છે.ઘણી વખત ગાબડાના કારણે વાહનો સ્લીપ પણ થતા હોય છે. હવે તો ગાબડા એટલા મોટા થઈ ગયા છે કે અંદરના સળીયા પણ બહાર દેખાવા લાગ્યા છે. પરંતુ તંત્ર કયારે આ બાબતની ગંભીરતા લેશે અને મરામતની કામગીરી કરશે તે પણ જોવાનું રહ્યું છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.