- ગુજરાતના વડોદરાની રિફાઈનરીમાં જોરદાર વિસ્ફોટ, કેટલાય કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા
- IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો
- ધડાકા બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ભભુકી
- કિલોમીટરો સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો
- આગ પર કાબુ મેળવવા વહીવટીતંત્ર કામે લાગ્યું
- આગને પગલે આસપાસની કંપનીઓમાં દહેશત
- કિલોમીટરો સુધી દેખાયાં ધુમાડાનાં ગોટેગોટા
- આગને બુઝાવવા 10 જેટલાં ફાયર ફાયટર કામે લાગ્યાં
- ભારત સરકારનું સાહસ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
સોમવારે ગુજરાતના વડોદરામાં એક મોટો અકસ્માત થયો હતો. વડોદરાની કોલસા રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ IOCL રિફાઈનરીની સ્ટોરેજ ટેન્કમાં થયો હતો. આ વિસ્ફોટ બાદ રિફાઈનરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.
સોમવારે ગુજરાતના વડોદરામાં એક મોટો અકસ્માત થયો હતો. વડોદરાની કોલસા રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ IOCL રિફાઈનરીની સ્ટોરેજ ટેન્કમાં થયો હતો. આ વિસ્ફોટ બાદ રિફાઈનરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ચારેબાજુ ધુમાડાના વાદળો જોવા મળે છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલાક કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાય છે.
માહિતી અનુસાર, આ રિફાઈનરી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (ભારત સરકાર) દ્વારા સંચાલિત છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.