દિકરી ઘરે આવે ત્યારે તેને પ્રશ્ર્નો પુછવાને બદલે દિકરાને સવાલ કરી સમાજ જાગૃત કરો: વડાપ્રધાન
જમ્મુ કાશ્મીરની આસિફાના ગેંગરેપના કિસ્સાથી હજુ તો દેશ આખું કાંપી રહ્યું છે ત્યારે આંધ્રપ્રદેશની ૧૧ વર્ષીય બાળકી ઉપર બળાત્કારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હજુ તો જેને સમાજ-સંસારની ભાન પણ નથી તેવી માસુમ પર હૈવાનીયતનો મહાતાંડવ રચવામાં આવ્યો છે. આ બાળકીને અપહરણ બાદ ગોંધી રાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
એપ્રિલ ૬ના રોજ ભેસ્તાન વિસ્તાર નજીક બળાત્કાર ગુજારાયા બાદ બાળકીનું પાર્થિવ મળી આવ્યું હતું. પોલીસ કમિશનર સતિષ શર્મા દ્વારા તતકાળ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં આંધ્રપ્રદેશના વ્યકિતએ જણાવ્યું હતું કે, તે મારી પુત્રી છે તેણે પોતાની દિકરીનું આધારકાર્ડ પણ દર્શાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ગત વર્ષે ઓકટોમ્બરથી તેની બાળકી ઘરથી ગુમ હતી. જોકે શર્માએ કહ્યું કે ડીએનએ ટેસ્ટ બાદ જ તેના સંબંધોની ચકાસણી પરીપૂર્ણ ગણવામાં આવશે માટે તે વ્યકિતના ડીએનએ સેમ્પલ પણ લેવાયા છે. પોસ્ટમોટમના રીપોર્ટ પ્રમાણે બાળકીના શરીર પર ૮૯ ઘા જોવા મળ્યા છે અને તેના ગુપ્તાંગમાં લાકડી જેવા તત્વો નાખવામાં આવ્યા હતા. દેશભરમાં બળાત્કારના કિસ્સાઓ વધી
રહ્યા છે. લંડનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે માટે સમાજે જાગૃત થવું પડશે. જયારે એક દિકરી ઘરે આવે છે તો તેને ૧૭ પ્રશ્ર્નો પુછવામાં આવે છે પરંતુ સવાલો દિકરા પર ઉઠાવવાની જ‚ર છે અને લોકો અને સમાજમાં જાગૃકતા લાવવાની જ‚ર છે. સુરતમાં ભોગ બનેલી બાળકી પર સતત ૮ દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યો અને ત્યારબાદ તેને મારી નાખવામાં આવી હતી. દેશમાં વધતી જતી આવી ઘટનાઓ ખરેખર શર્મજનક છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com