ગાય માતાને ગળે દોરડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં રોષ: પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
હળવદના હીરાસર વાડી વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે જ એક ગૌમતાની નિર્દયતાપૂર્વક હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌપ્રેમીઓમાં ભારે અરેરાટી મચી ગઇ છે.જેમાં કોઈ અજાણ્યા નરાધમોએ એક ગાય માતાના ગળે દોરડા વડે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.જોકે હાલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ કરુણ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના હીરાસર પાસેના વાડી વિસ્તારમાં ગઈકાલે જન્માષ્ટમીના પાવન અવસરે સાંજના સમયે એક ગાયની ક્રૂર હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં ગઈકાલે સાંજના સમયે આ નિર્જન વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા નરાધમોએ આ ગાય માતાને ગળે દોરડા વડે ટૂંપો દઈને નિર્દયતાપૂર્વક પ્રાણ હરી લીધા હોવાનો હાલના તબબકે જાણવા મળ્યું છે.ભગવાની શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવની ઉમંગભેર ચાલતી ઉજવણી વચ્ચે ગોમતાની હીંચકારી હત્યા થયાનો બનાવ બહાર આવતા ગોપ્રેમીઓ ઉકળી ઉઠ્યા છે અને ગૌમતાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર નરાધમોને કડક સજા કરવાની માંગ કરી છે.આ બનાવની વધુમાં મળતી વિગતી અનુસાર ગઈકાલે સાંજના સમયે હીરાસર પાસેના વાડી વિસ્તારમાં એક ગાયના ગળે દોરડાથી ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જોકે વાડી વિસાતરમાં એકદમ સુમસામ હોય છે.તેથી કોણે આ હીંચકારી કૃત્ય શુ કામ આચર્યું ? તે અંગે ચોકકસ વિગતો મળી નથી.પણ હતભાગી ગાય આ વાડી વિસાતરમાં ચરતી હોવાથી કદાચ કોઈએ આ બાબતનો ખાર રાખીને આ હીંચકારી કૃત્ય આચર્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને સમગ્ર બનાવ અંગે જીણવટભરી તપાસ હાથ ધરી છે.જોકે જન્માષ્ટમીના દિવસે ગોમતાની નિર્દયતા પૂર્વક હત્યા કરાતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને પોલીસ આ ઘટનાની તટસ્થતા પૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.