જેમના માતા-પિતા હયાત ન હોય, ગરીબ ઘરની ર4 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં: બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાતાઓ ઉમટી પડયાં
જેમના માતા-પિતા હયાત ન હોય તેવી ગરીબ ઘરની દિકરીઓના સમુહ લગ્નનું આયોજન શ્રીરામ ધુન સંતવાણી મંડળ રાજકોટ દ્વારા તા.ર9ને રવિવારના રોજ નિલકંઠ પાર્ક ગ્રાઉન્ડ, દેપરા જુની શાક માર્કેટ મેઇન રોડ રાજકોટ મુકામે કરાયું હતું. આ સર્વજ્ઞાતિય સમુહ લગ્નમાં ર4 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.
જાગૃતિબેન સુરજકુમાર પંડયા અને તેમની ટીમ શ્રીરામ ધુન સંતવાણી મંડળ દ્વારા યોજાયેલા આ સમુહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
સમુહ લગ્ન તથા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શ્રીરામ ધુન સંતવાણી મંડળ, આર.ઉેચ. એસ. મોરબી જીલ્લા ટીમ, ઇન્ડિયન ફોરેસ્ટ ટીમ, શ્રીનાથ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ, યુઘ્ધ એજ કલ્યાણ ગ્રુપ, કોઠારીયા નાકા મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ અને જનસેવા સંગઠન ગોંડલ સહિતની સંસ્થાઓ અને સામાજીક સેવાકીય આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ સમુહ લગ્નમાં નામી અનામી દાતાઓએ રોકડ તથા વસ્તુદાન આપી દિકરીઓને કરીયાવર આપ્યો હતો. કાર્યક્રમમાઁ ઉ5સ્થિત દાતાઓ આગેવાનો અને અગ્રણીઓનુ આ તકે આભાર સહ અભિવાદન કરાયું હતું.