- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અઘ્યક્ષ સ્થાને સમુહ લગ્ન સમારોહ
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિતિ
ધોરાજી જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ ક્ધયા છાત્રાલય જામકંડોરણા આયોજીત ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં આગામી તા. 2-2-24 ના રોજ હંસરાજભાઇ સવજીભાઇ રાદડીયા લેઉઆ પટેલ વિદ્યાર્થી ભવન કાલાવડ રોડ જામકંડોરણા ખાતે લેઉઆ પટેલ સમાજની દીકરીઓનો આઠમો લગ્નત્સવ લાડકડીના સમુહ લગ્ન સભારંભ ભવ્યતાથી ભવ્ય થશે.
આ સમુહ લગ્ન સમારોહના અઘ્યક્ષ સ્થાને અમીતભાઇ શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ખાસ ઉ5સ્થિત રહેશે. અને સમારોહના ઉદઘાટક સી.આર. પાટીલ અઘ્યક્ષ પ્રદેશ ભાજપ અને ડો. મનસુખભાઇ માડવીયા કેબીનેટ મંત્રી આરોગ્ય ભારત સરકાર તેમજ ખોડલ ધામના કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, વિજયભાઇ રૂપાણી, વસંતભાઇ ગજેરા, રમેશભાઇ ગજેરા, પરસોતમ ગજેરા (દાસભાઇ), રાજુભાઇ હિરપરા અને માન બિલ્ડરના વિપુલભાઇ ઠેસીયા, રાજકીય, સામાજીક અગ્રણીઓ પ્રવીણભાઇ લાખાણી, ભરત જી. પટેલ, લલીતભાઇ પાઘડાર, જીતુભાઇ પાઘડાર, મનસુખભાઇ સાવલીયા, દિવ્યેશભાઇ સાવલીયા, ભદ્રેશભાઇ લાખાણી, સંજયભાઇ ચોવટીયા, હેમતભાઇ રાણપરીયા, વિજયભાઇ અકબરી, જેન્તીભાઇ રામોલીયા સહીતના વિશાળ સંખ્યામાં મહાનુભાવો હાજર રહેશે.