રાજકોટના એન.કે. પરીખને જૂનાગઢ, રાહુલ શર્માને ધોરાજી અને ધોરાજીના એચ.એ. દવેને લુણાવાડા મુકાયા
રાજકોટના ૧૪, જૂનાગઢ ૩, ભરૂચ ૩ અને આણંદ ૬ ન્યાયધીશોની આંતરિક બદલી
રાજયની વડી અદાલત દ્વારા મોડી સાંજે રાજકોટના ૧૭ સહિત ૪૦ જજોની સામુહિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ એન.કે.પરીખ સહિત નવ જજોની બદલી, પાંચ અધિક સેશન્સ જજોને પોસ્ટીંગ અને રાજકોટના ૧૪, જૂનાગઢના ૩, ભરૂચના ૩ અને આણંદના ૬ ન્યાયાધીશોની આંતરિક કોર્ટની બદલી કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સેશન્સ જજ કક્ષાના ન્યાયાધીશોની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ એન.કે.પરીખને જૂનાગઢ, રાજકોટના અધિક સેશન્સ જજ રાહુલ એમ.શર્માને ધોરાજી, પાટણના એન.સી.રાવલને ગાંધીનગર, વિસાવદરના વી.જી. ત્રિવેદીને વેરાવળ, ધોરાજીના એચ.એ.દવેને લુણાવાડા, આણંદના ડી.એ. હિંગુને પાટણ, સુરતના એમ.એન.ગડકરીને ભરૂચ, જૂનાગઢના પી.એમ.સાપાણીને વેરાવળ અને ભરૂચના એન.એસ.સિદીકીને રાજપીપલા ખાતે બદલી કરવામાં આવી છે.
રાજકોટના બીજા એડિ.જજ આર.એલ.ઠાકરની એડી.સેશન્સ જજ રાજકોટ, કે.ડી. દવેની બીજા એડી.જજ, વી.કે. પાઠકની ત્રીજા એડી.જજ, ડી.એ. વોરાની ચોથા એડી.જજ, એચ.પી. મહેતાની પાંચમાં એડી.જજ, એ.વી. હિરપરાની છઠ્ઠા એડી.જજ, પ્રશાંત જૈનની સાતમાં એડી.જજ, રાહુલ પ્રતાપસિંઘ રાઘવની આઠમાં એડી. જજ, આર.આર.ચૌધરીની નવમાં એડી.જજ, ડી.કે.દવેની દશમાં એડી.જજ, એચ.એમ.પવારની અગિયારમાં એડી.જજ, પી.એન.દવેની બારમાં એડી.જજ, પી.એમ.ત્રિવેદીની ચૌદમાં એડી.જજ, બી.બી.જાદવની પંદરમાં એડી.જજ તરીકે રાજકોટમાં જ બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢના ત્રણ, ભરૂચના ત્રણ અને આણંદના છ ન્યાયાધીશોની કોર્ટ બદલી કરવામાં આવી છે.