- સિનિયર સિવિલ જજ કક્ષાના 286, ડિસ્ટ્રીકટ જજ કક્ષાના 147,સિવિલ જજ અને લેબરકોર્ટના 223 જજોની ટ્રાન્સફર: હાઈકોર્ટમાં આજથી ઉનાળુ વેકેશન
- વી.આર. રાવલ, ડી.આર. ભટ્ટ, બી.ડી. પટેલ, એસ.વી. શર્મા, પી.કે. લોટીયા, જે.આઈ. પટેલ અને એમ.એ. ટેલરની રાજકોટ ખાતે નિમણુંક
- રાજકોટના કે.ડી. દવે, ડી.કે. દવે, ડી.એ. વોરા, એચ.એમ. પવાર, પી.એન. દવે, એમ.એફ. મંડલી, ગોંડલના વી.કે. પાઠક અને એચ.પી. મહેતા બદલાયા
કોરોનાની મહામારીના લીધે એક વર્ષ બાદ હાઈકોર્ટ દ્વારા સામૂહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમા સિનિયર સિવિલ જજ કક્ષાના 286, ડીસ્ટ્રીકટ જજ કક્ષાના 147, સિવિલ જજ અને લેબર કોર્ટના 223 જજોની ટ્રાન્સફર કરવામાં આવી છે. સાથે સાથે હાઈકોર્ટમાં સોમવારથી એક માસ સુધી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે અને રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફરજ બજાવતા પી.એન.દવે, કે.ડી.દવે, ડી.કે.દવે, એમ.એમ.પવાર અને ડી.એ.વોરાની બદલી કરવામાં આવી છે.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સહીથી હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા મોડી સાંજે સામૂહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના સુશાંત પીન્ટોને હિંમતનગર, ભાવનગરના રામચંદ્ર વાછાણીને અમરેલી, મોરબીના આશીષકુમાર ઓઝાને ફેમીલી કોર્ટ અમરેલી, અમદાવાદના પીનાકીન જોષીને, મોરબી અમરેલીના પ્રશાંતકુમાર બ્રહ્મભટ્ટને ભરૂચ,
અમરેલીના દિનેશકુમાર બારોટને ફેમીલી કોર્ટ ખંભાળીયા, હાઈકોર્ટના રોહનકુમાર ચુડાવાલાને જુનાગઢ, બોટાદના અતુલકુમાર રાવલને નડીયાદ, ખંભાળીયાના મહોમદ કરમ કડીવાલાને હીંમતનગર, વેરાવળના વિષ્નુપ્રસાદ ત્રીવેદીને જામનગર, પાટણના કીર્તીદા પ્રજાપતિને બોટાદ, વડોદરાના રમેશકુમાર પંચાલને પોરબંદર, અમદાવાદના વિપુલ રાવલને ફેમીલી કોર્ટ રાજકોટ, ગોધરાના આશા વનાણીને ફેમીલી કોર્ટ મોરબી, સુરતના પ્રકાશચંદ્ર કાલાને ખંભાળીયા, ભુજના પ્રતાપદાન ગઢવીને સુરેન્દ્રનગર, નડીયાદના દિલીપ ભટ્ટને ગોંડલ, સુરતના નીલેશ અંજારીયાને ભાવનગર, સુરતના આશા અંજારીયાને ભાવનગર, રાજકોટના કે.ડી.દવેને અમદાવાદ, રાજુલાના શૈલેષ ભટ્ટને પાટણ, ગોંડલના વિપુલ પાઠકને ગાંધીનગર, જામનગરના કનુભાઈ રબારીને ગોધરા, વડોદરાના મમતા ચૌહાણને લીંબડી, ધ્રાંગધ્રાના સવાઈસીંઘ રાજપુરોહીતને ઈડર, અંકલેશ્વરના જગદીશકુમાર સુથારને રાજકોટ, મોરબીના એચ.એન.ત્રીવેદીને ભાવનગર, રાજકોટના કે.એન.મેઘાતને અમદાવાદ, લીંબડીના પ્રતિક તમાકુવાલાને થરાદ, જામનગરના તેજશકુમાર દેસાઈને આણંદ, મોરબીના મુકુંદરાય ઉપાઘ્યાયને વીસનગર, રાજકોટના ડી.એ.વોરાને અમદાવાદ, ગોંડલના એચ.પી.મહેતાને ગોધરા, ભાવનગરના અલ્પેશકુમાર ભોજકને અમદાવાદ, છોટાઉદેપુરથી ભરતકુમાર પટેલને રાજકોટ, રાજકોટના ડી.કે.દવેને અમદાવાદ, ભરૂચના માલતી સોનીને રાજુલા, અમરેલીના રાજેશ દવેને પાલનપુર, રાજકોટના એચ.એમ.પવારને નડીયાદ, ભાવનગરના જંખના ત્રીવેદીને મહેસાણા, જામનગરના સ્મીતાબેન મહેતાને ગાંધીનગર, જામનગરના જાહીદ દેસાઈને અમદાવાદ, ગોધરાના કીરીટકુમાર દરજીને વેરાવળ, હાલોલના સંજીવ કમલ શર્માને રાજકોટ, વલસાડના પરેશકુમાર લોટીયાને રાજકોટ, વડોદરાના રાજેશકુમાર મોદીને ભાવનગર મોરબીના ચીન્મય મહેતાને અમદાવાદ, ગોધરાના ડી.કે.બારોટને સુરેન્દ્રનગર, ભાવનગરના એચ.એન.વકીલને મોડાસા, ભાવનગરના સીતાબેન તરાણી અમદાવાદ, વડોદરાના શારદાબેન સોલંકીને વંથલી, ભાવનગરના ગીરીશકુમાર સોનીને જામનગર, સુરતના એમ.એ.ટેઈલરને રાજકોટ, ડભોઈના જે.આઈ.પટેલને રાજકોટ, રાજકોટના પી.એન.દવેને વીરમગામ, વડોદરાના વાય.એમ.ભાવસારને અમરેલી, સુરતના આરતી વ્યાસને જામનગર, ભરૂચના બીનાબેન ઠક્કરને જુનાગઢ, પોરબંદરના સલીમભાઈ મનસુરીને વડોદરા, વડોદરાના એચ.સી.ગઢવીને ભાવનગર, તાપીના વીરાટ બુઘ્ધાને મોરબી, સુરતના એ.એસ.વ્યાસને જામનગર, અને સુરતના ડી.એન.પરમારને ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે સિનિયર સિવિલ જજ કક્ષાના 286 ન્યાયધીશોની બદલી કરવામાં આવી છે જેમાં જુનાગઢના પી.એમ.આટોદરીયાને લીગલ સર્વિસ, જામનગરના જે.બી.પરીઘને અમદાવાદ, રાજકોટ સ્મોલ કોર્ટના એ.જી.શેખને લીગલ સર્વિસ ઓથોરીટીમાં, વલસાડના આઈ.બી.શેખને વંથલી, રાજકોટ લેબર કોર્ટના ડી.એસ.ભટ્ટને અમદાવાદ, ગોંડલના નનૈયાબેન શર્માને મોડાસા, મોરબીના વાય.એન.પટેલને ડીસા, મહીસાગરના પી.જે.ચૌધરીને ધોરાજી, ભાવનગરના પી.પી.શાહને લીગલ સર્વિસમાં, જે.જી.બગાને મહેસાણા, રાજકોટના હેતલ દવેને અમદાવાદ, રાજકોટના એસ.વી.મન્સુરીને પાટણ, બોટાદના કે.આર.પંડયાને ગાંધીનગર, રાજકોટના આર.એસ.રાજપૂતને નડીયાદ, ભરૂચના આર.જે.મીરાણી જુનાગઢ, વડોદરાના એમ.જે.બ્રહ્મભટ્ટને રાજકોટ, પાટણના મનોજ દવેને ગોંડલ, રાજકોટના નીતાબેન વસવેલીયાને કલોલ, અંકલેશ્વરના જે.એન.ચોવટીયા ધ્રાંગધ્રા, વલસાડના હીનાબેન દેસાઈને રાજકોટ, ભાવનગરના એમ.એલ.રાઠોડને ભાવનગર, મોરબીના એ.એન.વોરાને ઈડર, ગાંધીનગરના હાર્દિક શાહને ભાવનગર, મોરબીના પી.બી.નાયકને અમદાવાદ, લાલપુરના એસ.બી.ડોડીયાને અમદાવાદ, રાજકોટના એસ.એમ.ક્રિસ્ટી ગાંધીનગર, જુનાગઢના આર.એ.ઝાલાને અમદાવાદ, સુરતના આર.એસ.શાહને પોરબંદર, અમરેલીના દેવાંગ જોશીને અમદાવાદ, પોરબંદરના પી.બી.ભટ્ટને અમદાવાદ, નવસારીના એમ.જી.શાહને રાજકોટ, જામનગરના કે.એન.સરવૈયાને મહેસાણા, લુણાવાડાના ડી.આર.જગુવાલા રાજકોટ, રાજકોટના સી.એન.દેસાઈને ખેડા, દ્વારકાના એચ.જી.ડામોરને ધોળકા, રાજકોટના એમ.એન.મકરાણીને અમદાવાદ, જેતપુરના પી.એન.ગોસ્વામીને અમદાવાદ, રાજકોટના કે.સી.મંગલાણીને ખેડબ્રહ્મા, મોરબીના એન.વી.ચૌહાણને અમદાવાદ, રાજકોટ લીગલ એચ.વી.જોટાણીયાને ફુલટાઈમ સેક્રેટરી તરીકે, રાજકોટના આર.બી.ગઢવીને કડી, જી.પી.પડયાને નડીયાદ, રાજકોટના એલ.ડી.વાઘને બનાસકાંઠા, પંચમહાલના ડી.એ.રાવલને મોરબી, રાજકોટના પી.કે.રાયને નડીયાદ, રાજકોટના એસ.બી.શાહને લેબર જજ અને પી.એસ.સીંધીને રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.