પડધરીના મોટા રામપરા ગામની સીમમાં દંપતી અને પુત્રએ ઓટો રિક્ષામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
સ્યુસાઇડ નોટમાં પગલું ભરી લીધાનું ઉલ્લેખ, પોલીસ દ્વારા મૃત્યુનું કારણ જાણવા તપાસનો ધમધમાટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટારામપરા ગામની સીમમાં આજે સવારે સીઅનેજી રીક્ષામાં રાજકોટ શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતા દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યકિતએ ઝેરી દવા પી સામુહિક્ આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ પડધરી પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઈ ત્રણેય મૃતકોને પી.એમ. અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પીએસઆઈ જી.જે.ઝાલા સહિતના સ્ટાફે તપાસ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી નજીક રામપરા ગામની સીમમાં જી.જે.03 બી એકસ 285 નંબરની સીએનજી રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત ત્રણ લોકો પડયા હોવાની જાણ પડધરી પોલીસ મથકના પીએસઆઈ જી.જે. ઝાલા સહિતના સ્ટાફને થતા કાફલો દોડી ગયો હતો.પોલીસે ઘટના સ્થળેથી ઝેરી દવા ની બોટલ અને રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત ત્રણ લોકો નજરે પડ્યા જોતા પોલીસે 108ને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યા હતા.
જયાં 108ના સ્ટાફે ત્રણેયને મૃત જાહેર કરતા પોલીસે ધટના સ્થળે મળેલા મોબાઈલમાં ફોન કરતાં તેના મોટા બાપુ પરિવાર સાથે દોડી આવ્યા હતા. મૃતક રાજકોટ શહેરના ભગવતી હપરા વિસ્તારમાં આવેલી ભારત પાન વાળી શેરીમાં ફાતિમાં મસ્જિદ પાસે રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમા નામના 62 વર્ષે વૃદ્ધ તેમના પત્ની ફરીદાબેન કાદરભાઈ મુકાસમાં ઉંમર વર્ષ 58 અને તેમનો પુત્ર આસિફભાઇ કાદરભાઈ મુકાસમ નામના 35 વર્ષીય યુવાનને ઓળખી બતાવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં અમો સ્વેચ્છાએ ઝેરી દવા પી આપકા કર્યો છે. મૃતક કાદરભાઈ ડ્રાઇવિંગ કરે છે જ્યારે તેનો પુત્ર આસિફ મજૂરી કામ કરી જીવનનું ગુજરાત ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સ્ટાફે દંપતી અને તેના પુત્રને મૃતદેહ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી પીએમ કરાવી મૃતદેહને પરિવારજનોને સોપ્યો હતો. પડધરી પોલીસ મથકના સ્ટાફે કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે જેમાં આર્થિક શકળામણ કે અન્ય પ્રશ્નો સહિતના મુદ્દે પી.એસ.આઈ. જી.જે. ઝાલાએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.