દુધરેજ વચલી ફાટક પાસે રહેતા એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી

સુરેન્દ્રનગર પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવી દુધરેજના દરજી પરિવારના દંપત્તી અને તેની પુત્રીએ સામુહિક આપઘાત કરી લેતા દરજી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. શા માટે આપઘાત કયો તે અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથધરવામાં આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ત્રણ મૃતદેહહોવાની ફાયરિ બ્રિગેડને જાણ થતા તરવૈયાઓ ભારે જહેમત ઉઠાવી ત્રણેય મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દુધરેજ રહેતા દરજી પરિવારના મોભી તેમની પત્ની અને પુત્રી હોવાની ઓળખ થઇ હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. તેઓની ઓળખ મળ્યા બાદ શા માટે આપઘાત કર્યો તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને સમસ્યાઓના નિરાકરણ ન આવવાના કારણે અનેક પરિવારો સામુહિક આપઘાતના પણ બનાવો સામે આવ્યા છે ત્યારે આવો જ એક બનાવો સુરેન્દ્રનગર શહેરમાં બનવા પામ્યો છે જેની હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તેમાં એક સાથે એક જ પરિવારના પતિ પત્ની અને પુત્રીએ કેનાલમાં જંપ લાવી અને આત્મહત્યા કરી લીધી છે

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથક હોય આ સમાચાર વાયવેકે પ્રસરતાની સાથે રાઠી ભર્યો બનાવ સામે આવ્યો છે ત્યારે હાલમાં આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી અને તરવૈયાની ટીમો બોલાવી અને ત્રણેય મૃતદેહોને શોધી અને બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હાલમાં ત્રણેય વ્યક્તિઓ આત્મહત્યા કરી છે તે કંઈક જ્ઞાતિના છે કોણ છે કે આ કારણોસર આત્મહત્યા કરી જેની હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તેના ઉપર ત્રણ ની આત્મહત્યાના ના બનાવે ભારે મચાવી દીધો છે હાલમાં ત્રણેયના ડેટ બોડીને પાણીમાંથી શોધી અને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે ઓળખ મેળવાય રહી છે અને હાલમાં તાત્કાલિક અસરે તેમને સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવા માટેની તજવી જાત કરવામાં આવી રહી છે હજુ આગળ ની વિગતો મેળવાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.