• વસંત પ્લોટમાં આખા પરિવારે ઘરમાં અલગ અલગ જગ્યાએ ગળાફાંસો ખાઈ લીધો 
  • જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

સુસાઇડ નોટ પણ મળી આવી

મૃતકોએ જે ફ્લેટમાં અંતિમ પગલું ભર્યું છે ત્યાંથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. સુસાઇડ નોટમાં આ પગલાં પાછળ કોઈ જ જવાબદાર નહિ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો એવી સુસાઇડ નોટ મળી હોય તો પછી સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શું? તે એક મોટો સવાલ છે.

મોરબીમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જેમાં હાર્ડવેરના ધંધાર્થી પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે મોત વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. સામુહિક આપઘાતના બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે.

મોરબી શહેરના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્નિ અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છે. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.4 10

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ. 57) તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર (ઉ.વ.55) અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર (ઉ.વ.19)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનો જણાવી રહ્યા છે. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે.

ચોકવાનારી બાબત એ છે કે, સામુહિક આપઘાત કરી લેનાર દંપતીએ કઠણ કાળજે આ અંતિમ પગલું ભરવા માટે ત્રણેય વ્યક્તિએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.