દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક કરૂણ ઘટના બની છે જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. ગત બુધવારે સાંજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. મૃતક પરિવાર મૂળ લાલપુર તાલુકાના મોડપર ગામનો હોય અને હાલ જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે.સ

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ધારાગઢ ગામે પરિવારના ચારેય સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે.જેમાં એકી સાથે 4 સદસ્યોના મોતને લઈને સમગ્ર પંથકમા અરેરાટી મચી છે.

સ૨આ મામલે જાણ થતા ની સાથે પોલીસ સ્ટાફ દોરી ગયો હતો. જ્યાં મૃતકોની ઓળખ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42), તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42), તેમનો પુત્ર જીજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે થઈ છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ –૧ વિસ્તારમાં રહેતો હતો.સ ૧

મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસે મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આ આહિર પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને અને પુરાવાઓ એકત્રિત કરીને પોલીસ આગળની તપાસ કરશે.

સ૩આ ઘટનાએ જામનગર જિલ્લા ભરમાં શોકનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ગામના લોકોમાં આ પરિવારના આપઘાતનું કારણ જાણવાની ઉત્સુકતા છે. પોલીસ દ્વારા ઝડપથી તપાસ કરી આપઘાતના કારણોનો પર્દાફાશ કરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

 આનંદ પોપટ 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.