જામનગરમાં સીએએના સમર્થનમાંથી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના વલ્લભ રાયજી મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતી-મહંતોની ઉપસ્થિતમાં વિવિધ સંસ્થાઓના લોકોએ વિશાળ રેલી યોજી હતી.
પ્રદર્શન ગ્રાઉન્ડ થી લીમડા લાઈન, તીનબત્તી, બેડીગેટ, ટાઉન હોલ, ભીડભંજન થઇ લાલ બંગલે આંબેડકરજીની પ્રતિમા ને ફૂલ હર કરી પૂર્ણ કરી હતી.
આ રેલીમાં જામનગરમાં ગુજરાત સરકારના રાજ્ય મંત્રી હફુભા જાડેજાની આગેવાનીમાં નિકળેલી સમર્થન રેલીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી ડો.વિનુભાઈ ભંડેરી સહિતના આગેવાનો ઉપરાંત શહેર ભરમાંથી ૧૦ હજારથી વધુ સંખ્યામાં લોકોએ સાત રસ્તા પર આવેલા પ્રદર્શન મેદાનથી શહેરના વિવિધ માર્ગો પર રેલી કાઢી સીએએનું સમર્થન કર્યું હતું.
આ રેલીમાં જામનગરની વિવિધ સંસ્થાઓના આગેવાનો કાર્યકરો, કોપોંરેટરો અને વિવિધ શાળા-ક્રોલેજોના વિદ્યાર્થીઓ, આર એસ એસ, વિશ્વ હિન્દુ પરિશદ, હિન્દુ સેના, ભારત વિકાસ પરિષદ, એબીવીપી, રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, જામનગર ની તમામ કોલેજો, લેઉઆ પટેલ સમાજ, ભાજપ, જામનગર ના બીજેપી ના તમામ વોર્ડમાં જવાબદારો, આયુર્વેદ કોલેજની બહેનો, ગ્રુપ મંડળો, જૈન સમાજ, કોળી સમાજ, સથવારા સમાજ સહિતના તમામ સમાજના લોકોએ તિરંગા, બેનરો સાથે જોડાયા હતા.