ફળોના રાજા કેરીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણા મગજમાં ગીર, અમરેલી કે તાલાલા વિસ્તાર અંગે વિચાર આવે પરંતુ છેલ્લા બે કે ત્રણ વર્ષથી ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અવાર નવાર માવઠાને કારણે કેરીના પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતના લોકો ગીર કે અમરેલીની કેસર કેરી ખાવાનો મોહ રાખે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચ્છની કેસર કેરી લોકોના દાઢે વળગી રહી છે. ખાસ કરીને વિદેશોમાં કચ્છની કેસર કેરીની માગ વધી રહી છે.
આ વર્ષે અંદાજે ૧૩ હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં ૯૦ ટકા કેસર આંબા (કેરી) અને ૧૦ ટકા અન્ય આંબા જેવાં કે,” આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબા (કેરી) ,ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે.
ગઢશીશા વિસ્તારના અને કેસર આંબાને પરદેશમાં અને હાલે મસ્કતમાં માર્કેટ ઉભું કરનાર અને ગુણવત્તાના મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનાર પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાની વાત કરીએ તો બાગાયત ખાતાની વિવિધ સહાયો અને ધરતીપુત્રો એવા ખેડૂતની કોઠાસૂઝ અને વેપારી બુધ્ધિથી તેમણે શરૂઆતમાં જે વાત લખી છે એ “બાગાયત” ને સાર્થક કરે છે !
આ પ્રગતિશીલ ખેડૂતે ૨૦૦૪માં સૌ પ્રથમ કચ્છની કેસર વિદેશમાં લંડનમાં પહોંચાડી હતી. ૨૦૦૬માં સિંગાપુરમાં ટ્રાન્સપોર્ટ કરી હતી. જેની નોંધ લઇ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ૨૦૦૬માં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સિંગાપુરમાં ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ તરીકે હાજર રહી પ્રથમ આવ્યા હતા. ખેડૂત અન્ય ખેડૂતનો પ્રોત્સાહિત કરતા કહે છે કે, ઓર્ગેનિક ખેતી કરો, રસાયણ મુકત જમીન કરો, સરકારી યોજનાના લાભ લો અને વૈજ્ઞાનિક આધુનિક પધ્ધતિનો ઉપયોગ કરો.”
મદદનીશ બાગાયત નિયામક કે.પી.સોજીત્રા જણાવે છે કે, “ સ્વાદ ગુણવતાના પગલે કચ્છ કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાના પગલે ૬૦ ટકા મેટ્રીક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જેના ભાવ ખેડૂતોને મળશે. ફળઝાડ વાવેતર વિસ્તાર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસનો કચ્છના ખેડૂતો ભરપુર લાભ લીધો છે. અમે વિવિધ સહાયો આપીએ છીએ. હાલે ખેડૂત આઇ પોર્ટલ ખુલ્લું હોઇ વિવિધ સહાયનો લાભ લો.”
જિલ્લાના અંજાર તાલુકામાં ખેડોઈ, ખભંરા, નખત્રાણા તાલુકાના ખીરસરા, રોહા, વેરસલપર અને ભુજ તાલુકામાં રેલડી, વાવડી, આણંદપર, બીરાસર, તળાવળા અને દહીંસરા તેમજ માંડવી તાલુકાના ગઢશીશા, મોટી મઉ, નાની મઉ અને દેવપર ગામો આંબા (કેરી) ના પાક માટે પ્રખ્યાત છે. જેમાં ગઢશીશા વિસ્તાર એ કેસર આંબાનું પોકેટ (વાવેતર વિસ્તાર) કહેવાય છે.
બર્થ ડે ગર્લ સોનમ કપૂર કેવી દેખાતી હતી બાળપણમાં ? અનિલ કપૂરે શેર કરી જૂની તસવીરો
નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને રાજય સરકારની બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ટીસ્યુકલ્ચર છોડથી ખારેક ખેતી વધારો, પેકીંગ મટીરીયલ્સ, કો૯ડરૂમ વ્યવસ્થાની બે વાર, સબસીડીનો લાભ મેળવી ચૂકયા છે. ગઢશીશા વિસ્તારમાં મોટી મઉ ખાતે ૨૫૦ એકર જમીનમાં ડ્રીપ ઈરીગેશન, પેકહાઉસ, સ્ટોરેજની સહાયથી આ પ્રયોગશીલ ખેડૂત મસ્કતની માર્કેટમાં કચ્છની કેરી ખવડાવી રહયા છે.