વઢવાણ પંથકના ખેડૂતો આમ તો શિયાળાની ઋતુમાં જીરુ વરિયાળી જેવા પાકોનું વાવેતર કરી અને આવકનું ઉપાર્જન કરતા હોય છે પરંતુ સાથો સાથ વઢવાણ પંથકની જમીન ફળદ્રુપ હોવાના કારણે અને કાળી માટીની હોવાના કારણે મરચા નું પણ સફળ વાવેતર વઢવાણ પંથકના ખેડૂતો કરે છે ત્યારે વઢવાણ પંથકના મરચાં સમગ્ર દેશના મરચા કરતા અલગ પ્રકારના હોય છે વઢવાણ પંથકમાં વાવેતર કરેલા મરચા સ્વાદે મોળાં હોય છે અને અન્ય મરચા કરતા સાઇઝમાં પણ નાના હોય છે ત્યારે વઢવાણ પંથકના ખેડૂતો શિયાળાની ઋતુ દરમિયાન વઢવાણી મરચા નું ઉત્પાદન કરી અને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે.
સ્વાદે મોળા વઢવાણી મરચાની દેશ વિદેશના ભારે માંગ, સારા ઉત્પાદનથી ખેડુતોની આવક ડબલ
ખાસ કરીને વઢવાણી મરચા હાલમાં વઢવાણની સીમમાં ખેડૂતોએ વાવેતર કરી અને તેની સારી એવી આવક પણ ખેડૂતો મેળવી રહ્યા છે એકબીજાના વાવેતરમાં ખેડૂતો 20 થી 22 મણ જેટલા મરચાં નું ઉત્પાદન મેળવી રહ્યા છે અને આ મરચાં ગુજરાત રાજ્યના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ અર્થે મુકવામાં આવી રહ્યા છે પ્રતિ મનના ભાવ 1100થી લઇ 1,200 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે જેને લઇને ખેડૂતોને સારા ભાવ મળવાના કારણે ખેડૂતો આ મરચાથી સારું એવું આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે.
વઢવાણી મરચાની ખાસીયત
વઢવાણી મરચાની વિશેષતા એ છે કે તે સ્વાદે મોળા હોય છે. અને ઉત્પાદન પણ વઢવાણી મરચા નું વઢવાણની સીમમાં સારું એવું થતું હોય છે વઢવાણની જમીન ફળદ્રુપતા વધારે હોવાના કારણે મરચું મોળું થાય છે આ જ મરચાંનો જો અન્ય જિલ્લાની અથવા અન્ય ગામની જમીનમાં વાવેતર કરવામાં આવે તો આ જ મરચાનું બિયારણ તીખા મરચા નું ઉત્પાદન આપતું હોય છે. આ મરચા ની માંગ મુંબઈ અમદાવાદ ભાવનગર તેમજ અન્ય દેશ વિદેશોમાં પણ આયાત કરવામાં આવે છે.
ગૃહ ઉધોગમાં રાયતા મરચા બનાવી પેકીંગમાં વેચાણ
વઢવાણી મરચા રાયતા મરચા તરીકે પણ પ્રખ્યાત છે મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં વઢવાણના મરચા રાયતા મરચા તરીકે ઓળખાય છે ખાસ કરીને વઢવાણમાં ચાલતા ગૃહ ઉદ્યોગોમાં વઢવાણના મરચા ની ખરીદી કરી અને તેમાં મસાલો તેમ જ અન્ય રાયતા ભેળવી અને રાયતા મરચા બનાવવામાં આવે છે તેનું પેકિંગ કરી અને આ મરચાં ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોની બજારોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે જેમ કચરિયું ખારી સિંગ તેમજ અન્ય પેદાશો સુરેન્દ્રનગરની અન્ય રાજ્યોમાં મોકલાય છે તે રીતે મરચા પણ પેકિંગ કરી અન્ય રાજ્યમાં મોકલી અને વેચાણ કરવામાં આવે છે.