ભ્રમિત થયેલા સ્ટર્લિંગ બર્ડનું ઝુંડ કાચ સાથે અથડાતા જ પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા
સુરતમાં આકાશમાં કલરવ કરી રહેલા પક્ષીઓને પણ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એલિવેશન ગ્લાસને આકાશ સમજી પુરઝડપે ઉડતા સ્ટર્લિંગ બર્ડ કાચ સાથે અથડાતા ટપોટપ નીચે પડવા લાગ્યા હતા અને તેમના કરુણ મોત થયા હતા.સુરતમાં રિંગરોડ ખાતે ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. આ મુખ્ય કચેરીએ ગુરુવારે બપોરે વિચિત્ર અકસ્માત નોંધાયો હતો. બન્યું એવું હતું કે, બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્યાં હતા. તે વખતે અચાનક પક્ષીઓનું એક ઝૂંડ બેંકની ઇમારતના એલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર અથડાયું હતું.
મોટો અવાજ થતાં કર્મચારીઓ પણ ચૌકી ઉઠ્યા હતા. સિક્યુરિટી જવાનોએ કેમ્પસમાં એકસાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનો મેસેજ આપ્યો હતો. સૌ કોઇ સમસમી ઉઠ્યા હતા. પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો.શિયાળાની મૌસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે.
અવનવા કરતબ પણ કરે છે. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ એકા એક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસની દિવાલમાં મી22 ઇમેજ હોવાથી તેઓ ગોથું ખાઇ ગયા હતા. બિલ્ડિંગ બહાર આકાશનું પ્રતિબિંબ ગ્લાસ ઉપર જોવા મળતા તેઓ આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા એક સાથે ગ્લાસ સાથે અથડાઇ નીચે પટકાયા હતા અને સામૂહિક મૃત્યુ થયા હતા.