• એમએસએમઈના આર્થિક પડકારોના ઉકેલ માટે નિષ્ણાંતોએ આપ્યુ માર્ગદર્શન
  • સૌરાષ્ટ્રના પાટનગર અને ઔદ્યોગીક શહેર રાજકોટના નાના મધ્યમ  લઘુઉદ્યોગો વેપારના વિકાસ માટે કાર્યરત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ દ્વારા ઉદ્યોગ જગતના વિકાસ અને પડકારોના ઉકેલ માટે સેમીનાર યોજાયો હતો.

અત્રેથી આપણી સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુકત પ્રયાસોથી એમએસએમઈના  વેપારીઓને માટે મહત્વનો  સેમીનાર યોજાઇ ગયો. જેમાં બહોળી સંખ્યામાં વેપારીઓએ હાજરી આપી  હતી.   9/08/2024 ને શુક્રવારના રોજ ગુજરાતમાં પ્રવર્તમાન ઉદ્યોગ પ્રોત્સાહન યોજનાની છણાવટ અને આત્મનિર્ભર ભારતની એમએસએમઈ માટેની સહાયની વિવિધ યોજનાઓ,  (જૂની બાકી ઉઘરાણી) મેળવવા માટેની સમાધાન યોજના અંગે માર્ગદર્શન, બિઝનેસના વિકાસને અવરોધતા ચક્રવ્યુહમાંથી બહાર કઈ રીતે નીકળવું,   ની જરૂરિયાત અને તે કઈ રીતે મેળવવું તેવા ખરેખર ઉપયોગી એવા વિષયો અંગેની સરળ સમજણ જે-તે વિષયના તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ હતી.ભારતીય પરંપરા મુજબ  દિપપ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરેલ હતી. આપણી સંસ્થાના સહકોષાધ્યક્ષ હેમલભાઇ કામદાર દ્વારા હાજર રહેલ સૌને આવકારવામાં આવેલ   પ્રમુખ  રાજીવભાઇ દોશીને સ્વાગત પ્રવચન આપવા જણાવેલ હતું, જેમાં પ્રમુખશ્રી દ્વારા મંચસ્થ મહાનુભાવોને ચેમ્બરની કામગીરીથી વાકેફ કરેલ હતા અને સૌને સેમીનારના મહત્વના વિષયોની છણાવટ કરીને આ સેમીનાર શા માટે સૌ વેપારી મિત્રોને લાભકારક છે તે અંગેની સમજ આપેલ હતી. તથા ચેમ્બર દ્વારા ટુંક સમયમાં જ સંસ્થાની ડિરેકટરી પ્રકાશીત થવાની હોય તેની માહિતી આપેલ હતી. તદ ઉપરાંત સેમીનારમાં ભાગ લેનાર દરેક સભ્યોને આપવામાં આવેલ કીટમાં આપણી સંસ્થાનું બ્રોશર, ખજખઊ ની માહિતીપત્રીકા, સંસ્થાના સભ્યપદ માટેનું ફોર્મ, સંસ્થા દ્વારા  તેમના સભ્યોને તબીબી સારવાર માટે નામાંકીત હોસ્પીટલોમાં મળતા વળતરનો પરીપત્ર અને ડિરેકટરી અનુસંધાનેની વિગત દર્શાવતી પત્રક આપેલ હતી. જે દરેકની વિગતવાર સમજણ પુરી પાડીને મંચસ્થ મહાનુભાવોને પોતાના વિષય અન્વયેની માહિતી પુરી પાડવા જણાવેલ હતું.

  •  વિનોદભાઈ દેસાઈ – મેનેજમેન્ટ ગુરૂ દ્વારા પોતાના વેપારના વિકાસને અવરોધતી સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર નીકળીને વેપારનો વિકાસ કરવો તે અંગેની આગવી સમજણ પોતાની શૈલીમાં આપેલ હતી.

અશ્વીનકુમાર ડી.આર.એમ. વેસ્ર્ટન રેલ્વે કે   પ્રાસંગીક પ્રવચન આપીને ચેરમેનશ્રી ધનસુખભાઇ વોરા દ્વારા પાયો નાખીને આગળ વધેલી ગ્રેટર ચેમ્બરની કામગીરીના વખાણ કરીને હાલની કારોબારીને પ્રોત્સાહીત કરેલ હતી. ત્યારબાદ રાજકોટ ખાતે કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી ફળદુ સાહેબ દ્વારા ગુજરાતના હાલના ઉદ્યોગ પ્રોત્સાહન યોજનાની વિગતવાર અને આત્મનિર્ભર ભારતનીએમએસએમઈ માટેની સહાયની વિવિધ યોજનાઓ વિશેની માહિતી પુરી પાડેલ હતી.

વિજ્ઞાની  શુભમસિંઘ દ્વારા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની વેપાર ઉદ્યોગમાં જરૂરીયાત અને તેને મેળવવા માટે શું કરવું તેની માહિતી પ્રદાન કરેલ હતી. કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે હાજર રહેલ જાણીતા ઉદ્યોગપતિ  અમૃતલાલ ભારદીયા – રવિ ટેકનોફોર્જ લી. ના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર દ્વારા પોતાના ઉદ્યોગના સંઘર્ષગાથા રજુ કરતા પુસ્તક વિશે સૌને જણાવીને વેપાર ધંધાના ઉતારચડાવ વિશે પોતાની રસપ્રદ શૈલીમાં રજુઆત કરીને સૌને અચંબીત અને મંત્રમુગ્ધ કરી દીધેલ હતા. સૌથી અંતમાં   આયુશી જૈન, લીગલ એકઝીકયુટીવ દ્વારા એમએસએમઈ વેપારીઓને પોતાના વેપારમાં અટવાયેલા બાકી લેણા ગુજરાત રાજ્યની સમાધાન યોજના હેઠળ કેવી રીતે પરત મેળવવા તેની વિસ્તૃત સમજ આપેલ હતી.

  • કાર્યક્રમના મુખ્ય મહેમાન, અતિથી વિશેષ તથા મંચસ્થ મહાનુભાવોને ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવેલ હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયુરભાઇ શાહ તથા હેમલભાઇ કામદાર દ્વારા કરવામાં આવેલ હતું. તથા ચેમ્બરના પદાધિકારીઓ ચેરમેન ધનસુખભાઇ વોરા, વાઇસ ચેરમેન કાંતીભાઇ જાવીયા, પ્રમુખ રાજીવભાઇ દોશી, ઉપપ્રમુખ  ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, ઉપપ્રમુખ  રમેશભાઇ ઝાલાવડીયા, ઉપપ્રમુખ ઉપેનભાઇ મોદી, મંત્રી મયુરભાઇ શાહ, સહમંત્રી સુનીલભાઇ ચોલેરા, સહમંત્રી જગદીશભાઇ સોની, સહમંત્રી અંકીતભાઇ કાકડીયા, કોષાધ્યક્ષ અજીતસિંહ જાડેજા, સહકોષાધ્યક્ષ હેમલ કામદાર અને કારોબારી સભ્યો માંહેથી અમીતભાઇ અકબરી, હર્ષદભાઇ ખુંટ, નરેન્દ્રભાઇ મહેતા, જીતુભાઇ કુદનાણી, કુશાંગભાઇ દોશી, પિયુષભાઇ દોશી, પ્રાગજીભાઇ પરસાણા, પ્રકાશભાઇ કલોલા, રાજેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ મહેતા, તપન વોરા અને પ્રવિણસિંહ ચુડાસમાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.