ડીસીપી મનોહરસિંહ જાડેજાએ મજૂરોની સ્વાસ્થ્યની કરી ચિંતા
કોરોના સંક્રમણ ને અટકાવવા માટે પોલીસનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને અવારનવાર જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
ડીસીપી મનોહરસિંહ જાડેજાને પેટ્રોલીંગ દરમિયાન એવી હકીકત ધ્યાને આવેલી કે રૈયા ચોકડી ખાતે રોજનું કમાઇને મેલા માસ્ક પહેરી અને મજૂરી ની શોધમાં ત્યાં એકઠા તા હોય છે. જેથી મજૂર વર્ગના લોકોનાં સ્વાસ્થ્યની ચિંતા કરી તેઓને માસ્કનું વિતરણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપેલ.
એસીપી પશ્ચિમ વિભાગ પી.કે. દિયોરા સાહેબના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા તેમજ ડિસ્ટાફના પી.એસ.આઇ આર. એસ. પટેલ અને કર્મચારીઓ દ્વારા રૈયા ચોકડી ખાતે મજૂરીની શોધમાં એકઠા તા મજૂરોને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું તેમજ કોરોના સંક્રમણથી બચવા માટે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ તકેદારીના જરૂરી પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.