રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ૨ વર્ષ બાદ રાજકોટમાં મેળાનું આયોજન થવાનું છે ત્યારે રાજકોટવાસીઓમાં મેળાને લઈને થનગની રહ્યા છે. પરંતુ કોર્રોનાના કેસ વધતા તંત્ર દ્બારા મેળામાં માસ્ક ફરીજીયાત પહેરવું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા આ જન હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે લોકો મેળામાં પ્રવેશ કરનાર તમામ લોકોએ ફરજીયાત માસ્ક લગાવવું પડશે. રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ભીડને લઈને તંત્રનો આ મોટો નિર્ણય છે.
લોકમેળામાં બાળકો માટે હશે ટોયવાનનું આકર્ષણ
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે લોકમેળામાં બાળકો માટે ટોયવાનનું ખાસ આકર્ષણ હશે. જેમાં બાળકોને રમકડાંની વિશાળ વેરાયટી જોવા મળશે. વધુમાં મળતી માહિતી પ્રમાણે 26 સ્ટોલ જે જાહેર સંસ્થાઓ અને સરકારી વિભાગ માટે અનામત રાખ્યા હતા તેમાંથી માત્ર 6થી 7 જ સ્ટોલ ભરાયા હોય તંત્રએ તેનો સદુપયોગ કરવાનું આયોજન કર્યું છે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટોલ અને ડીઆરડીએલ સહિતના સ્ટોલ આકર્ષણ જગાવશે.