માસ્ક બિચારું રોતુ’તુ
હોય છે ફર્ક માસ્ક અને છીંકલામાં એટલો
અલગ પડ્યો છે માણસ ઢોરથી જેટલો
– ‘જોખમી’ યોગીત
જોર જોરથી ડુસકા ભરી માસ્ક બિચારું રોત્તુતું
ભીની આંખે માણસ જાતની ઘણી રાવ કરતુતું
ચોખ્ખા શ્વાસ મેળવી જગે કચરામાં ફેંકી દીધું તું
ગરજ સારી મનુજની આજ ખુદ કચરામાં સડતુતું
કોઈ ચેપથી બચવા, ફેશન કરવા, દંડથી બચવા પેરતુતું
ભાઈ માણસે માણસે સ્થળે સ્થળે કામ એનું બદલતુતું
રસી જલ્દી આવશે યોગિત એવું ગણગણ જગમાં ગુંજતુતું
કાને લટકી કંટાળેલું માસ્ક હવે મોક્ષ ઝંખતુતું
– ‘જોખમી’ યોગીત