હાલમાં માસ્કને લઈને લોકો એક અલગ પ્રતિભાવ ધરાવે છે. માસ્કનું નામ પડેને તરત જ લોકોના હાથ, કાન તરફ ચાલ્યા જાય છે. માસ્ક એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે ત્યારે લોકો એક બાજુ માસ્કથી કંટાળયા છે પરંતુ સાથે સાથે તે પહેરવું પણ અનિવાર્ય છે. આ અંગે જે દંડ લેવામાં આવી રહ્યો છે તે પણ કંઈક અંશે વ્યાજબી છે, કારણકે પૈસાના નામે જો લોકોની સુરક્ષા થઇ શકે તો ખોટું શું!
ત્યારે માસ્કના નિયમને લઈને એક મામલો સામે આવ્યો છે. થોડા દિવસો પેહલા વિરપુરના PSI અને ભાજપ આગેવાન વચ્ચે રકઝક થઈ હતી. જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. ઓડિયો કલીપમાં નેતા કહે છે કે મારો ભાઈ છે માસ્ક નથી પેર્યું ત્યારે PSI પોતે કહે છે કે તમારા ભાઈ છે, તો જવા દઈએ છીએ, આ પ્રકારની પણ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં એસીપીએ તાપસ હાથ ધરી હતી.
ત્યારબાદ આજે પી.એસ.આઈ ભોજાણીની જિલ્લા પોલીસ વડા દ્વારા, જસદણ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ અધિકારીએ ભાજપ અગ્રણીને અપશબ્દો બોલ્યા હતા. માસ્ક મામલે બંને વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારબાદ વાતચીતએ ઝઘડાનું બોલાચાલીનું સ્વરૂપ ધારણ કર્યું. પીએસઆઈ દ્વારા ભાજપ અગ્રણીને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા.