એક નવા સંશોધનેમાં દાવો કર્યો છે કે સિલોકાઈબિન મશરૂમ એટલે કે જાદૂઈ મશરૂમ ડિપ્રેશનના દર્દીઓ માટે ઘણી અસરકારકરીતે ઔષધિય સારવાર કરી શકે છે. આ જાદૂઈ મશરૂમ ડિપ્રેશનથી પીડાતા દર્દીઓના મસ્તિષ્કના મુખ્ય તંત્રની ગતિવિધિને ફરીથી શરૂ કરી શકવામાં સક્ષમ છે. બ્રિટનના ઈમ્પીરિયલ કૉલેજ લંડનના સંશોધનકર્તાઓને ડિપ્રેશનથી પીડિત કેટલાક દર્દીઓની સારવાર માટે સિલોકાઈબિન(મશરૂમમાં પ્રાપ્ત થનાર મન: સક્રિય પદાર્થ)નો પ્રયોગ કર્યો છે. આ એવા દર્દીઓ હતા જેમની સારવાર પારંપારિક ઉપચાર દ્વારા સફળ થઈ શકી નહોતી. તેમણે જાણ્યુ કે સારવારના કેટલાક અઠવાડિયા બાદ, સિલોકાઈબિન લેવાવાળા દર્દીઓમાં બીમારીના લક્ષણો ઓછા થવા લાગ્યા હતા.
ડિપ્રેશનથી છૂટકારો મેળવવા મદદરૂપ થશે મશરૂમ
Previous Articleહવે ATM કાર્ડ વગર પણ આ રીતે નિકળી શકશે પૈસા
Next Article દિવાળીની રાત્રે ખેલાશે જબરદસ્ત યુદ્ધ