સર્વે મનોકામના પૂર્ણ કરતા મેલડીને દર મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ માથુ ટેકવે છે
મેલી મેલા ભોગવે…મેલી મેલા ખાય,
જેના ભેરે મેલડી, એના દુ:ખ દારિદ્ર જાય…
રામનાથપરા સ્મશાનમાં આવેલુ મેલડી માતાજીનું મંદિર અતિ પૌરાણિક છે.
અહીં વર્ષોથી આસ્થાભેર ભકતો ર્માંના ચરણે શીશ ઝુકાવવા દર મંગળવારે અચુક આવે છે. રામનાથપરા સ્મશાનનું આ મંદિર મસાણી મેલડી તરીકે પ્રસિઘ્ધ છે અને ૧૭૦૦ વર્ષ જુનુ છે.
અહીં છેલ્લા ૩૯ વર્ષથી પુજારી દિનેશભાઈ સેવા પુજા કરી રહ્યા છે.
દર મંગળવારે અત્રે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. શ્રીફળ અને અગરબતી કરી માનતા માને છે.
કોઈના ઘરે પારણું ન બંધાય ત્યારે ભકતો અહીંની માનતા માને છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરેલી માનતા મેલડી અવશ્ય પૂર્ણ કરે છે. અહીં ધેરા-ધાગા કે દાણા જોવામાં આવતા નથી. વાંજીયા મેણુ ભાંગવા જે ભકત ૧૧ મંગળવાર અહીં દર્શન કરે છે તેની મનોકામના ચોકકસ પૂર્ણ થાય છે. જયારે ઘરે પારણું બંધાય ત્યારે ભકતો માનતા પુરી કરવા બાળકને પેંડા, સાકર વગેરેથી ત્રાજવામાં તોલે છે. અહીં બહારગામથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. વર્ષોથી આસ્થાભેર ભકતો ર્માંના ચરણે શીશ ઝુકાવવા દર મંગળવારે અચુક આવે છે.
એન્કર: મનોજ ઠકકર
કેમેરામેન: દિપેશ ગરોધરા
ડ્રોન તસવીર: કરન વાડોલીયા