મેરીકોમે આઠમો ચંદ્રક નિશ્ચિત કરીને બોકસીંગ ચેમ્પીયન શીપમાં સાત ચંદ્રક મેળવનારા પુરુષ ખેલાડી થેલિકિસ સેવરોનનોના રેકોર્ડને તોડયો
મેગ્નીફીશીયન મેરીના નામથી પ્રખ્યાત ૩૬ વર્ષની ભારતીય મહીલા બોકસર મેરીકોમે બોકસીંગ વિશ્વમાં ગુરુવારે એક નવો ઇતિહાસ રચ્યો હતો. મેરીકોમે ગુરુવારે રશિયાના ઉલાનઉદેમાં ચાલી રહેલા વિશ્વ મહિલા બોકસીંગ ચેમ્પીયનશીપના ૫૧ કિલો વજન વર્ગના સેમીફાયનલમાં સ્થાન બનાવીને મોટી સિઘ્ધિ પ્રાપ્ત કરી છે. મેરીકોમે કવાર્ટર ફાઇનલમાં કોલંબીયાની ઇન્ગ્રોટ વોરલેસીયાને ૫-૦ થી પરાજય આપ્યો હતો. મહિલા બોકસીંગ વર્લ્ડકપમાં મેરીકોમનો આ ૮મો વિજય હશે. હવે જોવાનું રહ્યું કે મેરીકોમ કર્યો ચંદ્રક મેળવે છે.
આમ તો મેરીકોમનું નામ છ સુવર્ણ ચંદ્રક અને ૧ રજત ચંદ્રક સાથે મહીલા વિશ્વ ચેમ્પીયનશીપમાં સૌથી વધુ ચંદ્રક મેળવનારી પ્રથમ મહિલા ખેલાડી છે. તેનો રેકોર્ડ વધુ વિસ્તૃત બન્યું છે. આર્યલેન્ડની કેટી ટેઇલર પગોલ્ડ અને ૧ બ્રોન્ઝથી મેરીકોમથી પાછળ ચાલી રહી છે મેરીકોમનો આઠમો એવોર્ડના વિજય જાદુઇ સફળતા લેખાવનારો બન્યો છે.
બોકસીંગ વિશ્વમાં પુરુષ અને મહીલા બન્ને શ્રેણીની વાત કરીએ તો મેરીકોમો સૌથી વધુ એવોર્ડ પોતાના નામે કર્યા છે. તેમણે આઠમો એવોર્ડ નિશ્ચિત કરીને વિશ્વ વિક્રમ બનાવી લીધો છે. એટલે કે મહિલા અને પુરુષ બન્ને વર્ગોમાં સૌથી વધુ મેડલ મેળવવામાં મેરીકોમનું નામ સામેલ થયું છે.
મેરીકોમ પુરુષ બોકસર કયુબાના ફીલીકસ સેવરોન (૧૯૮૬ થી ૧૯૯૯) ને પાછળ મુકી દીધું છે સેવારોનના નામે વર્લ્ડકપના ચાર કપ હતા બોકસીંગની દુનિયામાં સૌથી વધુ મેડલ મેળવનારમાં મેરીકોમ (મહિલા) આઠ એવોર્ડ, થેલીકસ સેવરોન (પુરુષ) સાત એવોર્ડમાં છ સુવર્ણ અને ૧ રજત કેટીટેઇલર (મહીલા ૬ એવોર્ડમાં પ ગોલ્ડ અને ૧ બ્રેન્જ નું માન ધરાવે છે.
હવે શનિવારે સેમીફાઇનલમાં મેરીકોમનો મુકાબલો તુર્કીની બુસેનાફોકી રોગલુ સાથે થશે જે યુરોપીયન ચેમ્પીયનશીપ અને યુરોપીયન જગતમાં ગોલ્ડ મેડલલીસ્ટ છે.
કર્વાટર ફાઇનલમાં વિજય પછી મેરીકોમે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ વિજય પ્રાપ્ત કરીને હું બહુ જ ખુશ છું પરંતુ મારુ લક્ષ્ય ફાઇનલ છે આ મુકાબલો મારા માટે ખુબ જ યાદગાર રહેશે હવે હું સેમીફાઇનલમાં આ પરફોમેન્સ સુધારવા વધુ તૈયાર રહીશ.
ભારતીય બોકસરોમાં મંજુરાણી ૪૮ (કિલો) જમુના બોરા (૫૪ કિલો) બોન્ઝ મેડલ અને ત્રીજા ચરણમાં લવલી ના બોરોગેનએ ચંદ્રક જીતવાની પરંપરા જાળવી રાખવાની મેરીકોમના અંતિમ પ્રદર્શનને વધુ સુરક્ષિત બનાવ્યું હતું.
ત્રીજા ચરણમાં મેરીકોમે કોલંબીયાના વેલેનસિયા ધિકટોરીયના પાંચ શુન્યથી પરાજય આપ્યો હતો. રાણીએ છેલ્લા ચરણમાં બ્રોન્ઝ મેડાલીસ્ટ નોર્થ કોરિયન બોકસરે હિમહિયાંગમીને ૪-૧ થી પરાજીત કરી હતી જયારે આસામ રાયફલના લોકોએ જર્મનીના ઉફસલા ગોટોલ સામે સારુ પરર્ફોરમેન્ટ કર્યુ હતું. મેરીકોમે હવે આવતીકાલે શનિવારે સેમીફાઇનલમાં બુસેનાઝકેકી રોકાલુ સામે ટકકર લેવાની છે રાણી માટે હવે થાઇલેન્ડના રેસકેટ કે જે પાંચમાં ક્રમે ઉભી છે તેની સાથે ચાયનીઝના વેગ હીસોઇવેન સાથે ટકકર લેવાની છે.
બે વખત બોન્ઝ મેડલ જીતનાર કવિતા ચેહલ ૮૧ કિલો ની શ્રેણીમાં બેલારુઝ ના કવેલેવા સામે ૦-૫ નો મુકાબલો કર્યો હતો. મેરીકોમ માટે હવે સેમીફાયનલ માટે હરિફ પર સતત મુકકેબાજી કરી જજને પ્રભાવિત કરવાનો એકમાત્ર લક્ષ્ય છે. રાઇટઆર્મ્સ માસ્ટર પંચીગ મેરીકોમ હવે તેનો પોતાનો જ રેકોર્ડ તોડીને નવી ઇતિહાસ રચવા જાય છે. મેરીકોમ ૨૦૧૨માં ઓલ્પિકમાં બ્રોઝનો મેડલ એશિયન ટાઇટલમાં ગોલ્ડ મેડલ આ વર્ષેજ ગુહાટીમાં અને ઇન્ડોનેશિયામા: સુવર્ણ ચંદ્રક જીત્યા હતા.